માર્કેટ રેગ્યુલેટર SEBIમાં નોકરીની તક, 120 પદો માટે બહાર પડી વેકેન્સી

SEBI announce job vacancies for 120 Officer Grade A Posts

divyabhaskar.com

Sep 08, 2018, 11:50 AM IST

એજ્યુકેશન ડેસ્કઃ નોકરી શોધી રહેલા યુવાનો માટે સારી સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SBEI)એ ગ્રેડ એ ઓફિસર્સ(આસિસ્ટન્ટ મેનેજર)ની ભરતી કરવાની યોજના બનાવી છે. રેગ્યુલેટરી કામોને પ્રભાવી રીતે કરવા માટે સેબી દ્વારા 120 અધિકારીઓની ભરતી કરવામાં આવશે. હાલના સમયમાં 800 કર્મચારીઓ છે, જેમાં કોન્ટ્રાક્ટ અને ડેપ્યુટેશન આધારે હાયર કરવામાં આવેલા બન્ને કર્મચારી સામેલ છે.

120 પોસ્ટ માટે થશે ભરતી
પબ્લિક નોટિસ અનુસાર, સેબીએ ગ્રેડ એ ઓફિસર પદ માટે અરજી મંગાવી છે. જેમાં જનરલ, લીગલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ સ્ટ્રીમ સામેલ છે. સેબી જનરલ સ્ટ્રીમમાં 84 ઓફિસર્સની ભરતી કરશે. ઉપરાંત લીગલમાં 18, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 8 અને સિવિલ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 5-5 ઓફિસર્સની ભરતી કરવાની યોજના છે. ભરતી માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) એક લેખિત પરીક્ષાનું આયોજન કરશે અને બાદમાં ઇન્ટરવ્યુ થશે.

શૈક્ષણિક લાયકાત
જનરલ સ્ટ્રીમ-
કોઇપણ ડિસિપ્લિનમાં માસ્ટર ડિગ્રી/લોમાં બેચલર ડિગ્રી/એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી/સીએ/ કંપની સેક્રેટરી/ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ/કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ.
લીગલ- લોમાં બેચલર ડિગ્રી.


ઇન્ફોર્મેશન ટેક્નોલોજી- એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ(ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર સાયન્સ) અથવા માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા કોમ્પ્યુટર-ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાંપોસ્ટ ગ્રેજ્યુએશન.


એન્જિનિયરિંગ (સિવિલ)- સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.


એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ)- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.

વય મર્યાદાઃ 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ.


અરજી ફીઃ જનરલ અને નોન ક્રિમીલેયર ઓબીસી ઉમેદવારો માટે 850 રૂપિયા અને એસસી/એસટી/પીડબલ્યુડી ઉમેદવારો માટે 100 રૂપિયા.


પે એન્ડ બેનિફિટ્સઃ સેબીમાં ઓફિસર્સ ગ્રેડ એની સેલરી 28150-1550(4)-34350-1750(7)-46600-EB-1750(4)-53600-2000(1)-55600 (17 વર્ષ). અન્ય બેનિફિટ્સમાં હાઉસ એલાઉન્સ, લીવ ફેર કંસેશન, મેડિકલ એક્સપેન્સ, ફાઈનાન્સિયલ ડેલીઝ, બુક ગ્રાન્ટ, બ્રીફકેસ વગેરે સામેલ છે.


અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહશે. આ માટે https://www.sebi.gov.in/department/human-resources-department-37/career.html પર સંબંધિત જાહેરાત માટે અરજી કરવાની લિંક 15 સપ્ટેમ્બર 2018ના રોજ જનરેટ કરવામાં આવશે.

X
SEBI announce job vacancies for 120 Officer Grade A Posts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી