ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» તમારા આઇડિયા પર નવી કંપની ખોલી આપશે SB|SBI will help to open new business

  તમારા આઇડિયા પર નવી કંપની ખોલી આપશે SBI, આવો હશે નવો નિયમ

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 12:13 PM IST

  SBI એક પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે અને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ ખુબજ જોખમ ભર્યુ માનવામાં આવે છે
  • તમારા આઇડિયા પર નવી કંપની ખોલી આપશે SBI, આવો હશે નવો નિયમ
   તમારા આઇડિયા પર નવી કંપની ખોલી આપશે SBI, આવો હશે નવો નિયમ

   યુટિલિટી ડેસ્ક: જો તમે કોઇ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાની ઇચ્છામાં છો તો ભારતીય સ્ટેટ બેન્ક (SBI) તમને ફાઇનાન્સિયલ સપોર્ટ કરી શકે છે. SBI ફિનટેક સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાના નિયમોમાં ફેરફાર કરે તેવા સમાચાર સામે આવ્યા છે. જેની જણકારી SBIના ચેરમેન રજનીશ કુમારે આપી છે. હાલમાં બેન્ક તે કારણે અલગથી ફંડ હોવા છતા ફિનટેક સ્ટાર્ટઅપ્સમાં ઇંવેસ્ટ નથી કરી શકતી, કારણકે તેનાથી સ્ટાર્ટઅપમાં મુશ્કેલીઓ આવી શકે છે.

   કુમાર જણાવે છેકે SBI એક પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે અને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ ખુબજ જોખમ ભર્યુ માનવામાં આવે છે. એટલે અમે માનીએ છીએ કે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પરંપરાગત રીતે કામમાં નહી આવે. બેન્કએ ફિનટેક સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ માટે 50 કરોડ અલગથી નક્કી કરેલા છે. આ રકમને સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરી શકાય તેના માટે અમે નિયમોમાં થોડો બદલાવ કરી શકીએ છીએ.

   ફ્લિપકાર્ટ, ઓલા જેવી અન્ય કંપનીઓની જરૂર

   કુમારે વધુ જણાવતા કહ્યું કે દેશને આગળ લઇ જવા માટે ફ્લિપકાર્ટ અને ઓલા જેવી કંપનીઓને ઉભી કરવાની ખાસ જરૂર છે. ફિનટેક સેક્ટરને મદદ કરવા માટે SBI પાસે બોર્ડની મંજૂરી પોલિસી છે. આ પોલિસી સેન્ટ્રલવિજિલેન્સ કમિશન જેવી નજર રાખનારી બોડીઝ પાસેથી પણ મંજૂરી પ્રાપ્ત છે.


   25 કરોડના ખર્ચે મુંબઇમાં બનશે કોલેબોરેટિવ ઇનોવેશન સેન્ટર

   SBI ફિનટેક સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને આગળ વધારવામાં પણ સક્ષમ છે. જેમા સ્ટાર્ટઅપથી સામાનની ખરીદી અને એકબીજાના સહયોગથી ઇકોસિસ્ટમમાં સક્રિય ભૂમિકા નિભાવવી પણ સામિલ છે. બેન્ક મુંબઇના સેટેલાઇટ સિટીમાં એક સહયોગી ઇનોવેશન સેંટર સ્થાપિત કરવા માટે 25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાની યોજના નક્કી કરી રહી છે. તેની પાછળનો મૂળ હેતુ નવી ટેક્નોલોજી આગળ વધે તે માટેનો છે.


   અત્યારસુધીમાં 150થી વધારે સ્ટાર્ટઅપ સાથે કામ કરી ચૂકી છે SBI

   કુમારના જણાવ્યા અનુસાર SBI ચેટલોટ, ડાટા ઇનાલિટિસ્ક સહિત ઘણીબધી અત્યાધુનિક ટેક્નોલોજી સાથે અત્યાર સુધીમાં 150થી વધારે સ્ટાર્ટઅપ સાથે કામ કરી ચૂકી છે. બેસ્ટ ઓલ્યુશનની શોધ અને તેમની સાથે કોલૅબરેટ કરવા માટે બેન્ક હેકાથન્સના 5 એડિશન આયોજીત કરી ચૂકી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તમારા આઇડિયા પર નવી કંપની ખોલી આપશે SB|SBI will help to open new business
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `