આ કારણથી SBI આપશે 10 હજાર યુવકોને નોકરી, આ લોકોને પણ મળશે ફાયદો

આ ભરતી ક્લેરિકલ અને કો ઓપરેટિવ બન્ને સેક્શન્સમાં કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 07:02 PM
sbi will announcement nearest 10 thousand vacancies soon

યુટિલિટી ડેસ્કઃ ભારતની સૌથી મોટી બેન્ક SBI ટૂંક સમયમાં 10 હજારથી વધારે પદો પર ભરતી કરવાની છે. આ ભરતી ક્લેરિકલ અને કો ઓપરેટિવ બન્ને સેક્શન્સમાં કરવામાં આવશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે હાલના સમયમાં બેંકમાં 2.64 લાખ કર્મચારી છે.

જેમાંથી દર મહિને 1 હજાર કર્મચારી અને ઓફિશિયલ્સ નિવૃત્ત થઇ રહ્યાં છે. આ કર્મચારીઓની અવેજીમાં 100 ટકા ભરતી તો નહીં કરી શકાય કારણ કે હવે નવી ટેક્નોલોજીના કારણે ઘણું બધુ કામ ઓટોમેટિકલી થઇ રહ્યું છે. તેમ છતાં નિવૃત્ત થનારા કર્મચારીઓની અવેજીમાં 75થી 80 ટકા સુધી નવી ભરતી કરવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં 10 હજાર કર્મચારી અને અધિકારીની ભરતી કરવાની યોજના છે.

ડિજિટલ થવાના કારણે નોકરીઓ ઘટી રહી છે, વાચો આગળની સ્લાઇડ્સમાં

sbi will announcement nearest 10 thousand vacancies soon

ડિજિટલ બની ગઇ છે એસબીઆઇ

- એસબીઆઇ હવે પોતાની મોટાભાગની સર્વિસ મોબાઇલ એપ થકી કસ્ટમર્સને આપી રહી છે. જેના કારણે કોઇએ ન તો બેંકની બ્રાન્ચના ચક્કર લગાવા પડે છે અને ન તો સમય બરબાદ થઇ રહ્યો છે. 
 

- હવે માત્ર 16 ટકા એસબીઆઇ સબ્સક્રાઇબર્સ એા છે જે બેંક બ્રાન્ચમાં આીને સર્વિસિઝ લઇ રહ્યાં છે. બાકીના 84 ટકા કસ્ટમર્સ કાં તો ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરે છે અથવા તો મોબાઇલ એપ અને ઇ-કિયોસ્ક થકી પોતાના કામ કરી રહ્યાં છે. એસબીઆઇ ડિજિટલ સેવાઓને સતત વધારી રહી છે. જેથી કસ્ટમર્સ પોતાના ઘરેથી જરૂરી કામ કરી શકે. 

X
sbi will announcement nearest 10 thousand vacancies soon
sbi will announcement nearest 10 thousand vacancies soon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App