1 એપ્રિલથી SBI કરશે આ ફેરફાર, 25 કરોડ એકાઉન્ટ હોલ્ડરને થશે સીધી અસર

જો તમે પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:59 PM
SBI reduces this rates, do you know

યુટિલિટી ડેસ્કઃ જો તમે પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)ના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. એસબીઆઈએ એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન ન કરવા પર લાગનારી પેનલ્ટીમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવા ચાર્જીસ 1 એપ્રિલ 2018થી લાગુ થઈ જશે. એસબીઆઈના લગભગ 25 કરોડ ગ્રાહકોને તેનો ફાયદો મળશે. અમે જણાવી રહ્યાં છે કે હવે મેટ્રો, સેમી અર્બન બ્રાન્ચ અને રૂરલ બ્રાન્ચના ગ્રાહકને મિનિમમ બેલેન્સ ન હોવા પર કેટલો ચાર્જ આપવો પડશે.

મિનિમમ બેલેન્સ કેટલું હોવું જરૂરી છે ?

મેટ્રો સિટીની બ્રાન્ચમાં જે ગ્રાહકોનું એકાઉન્ટ છે, તેમણે મિનિમમ 3 હજાર રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે. જયારે જેમનું સેમી અર્બન બ્રાન્ચમાં એકાઉન્ટ છે તેમણે મિનિમમ 2 હજાર રૂપિયા એકાઉન્ટમાં રાખવા જરૂરી છે. આ રીતે રૂરલ બ્રાન્ચના કસ્ટમર્સે 1 હજાર રૂપિયા એકાઉન્ટમાં રાખવા જરૂરી છે. તેમાં ઓછું બેલેન્સ હોવા પર બેન્ક કસ્ટમર પાસેથી પેનલ્ટી વસુલે છે.

મેટ્રો અને અર્બન સેન્ટર્સના ગ્રાહકો પાસેથી હાલ 50 રૂપિયા પેનલ્ટી પ્લસ જીએસટી વસુલવામાં આવે છે. તે હવે 15 રૂપિયા પ્લસ જીએસટી (પ્રતિમાસ) કરવામાં આવી છે. આ રીતે અર્બન અને રૂરલ સેન્ટર્સમાં વસુલ કરવામાં આવતી પેનલ્ટીને 40 રૂપિયાથી ઘટાડીને 12 રૂપિયા કરવામાં આવી છે. જયારે રૂરલ એરિયામાં તેને 10 રૂપિયા કરવામાં આવી છે.

આગળની સ્લાઈડ્સમાં જોવો, હવે તમારે કેટલી ઓછી પેનલ્ટી આપવી પડશે...

SBI reduces this rates, do you know

મેટ્રો અને શહેરી બ્રાન્ચમાં

(માસિક સરેરાશ બેલેન્સ 3000 રૂપિયા )

નવી પેનલ્ટી હાલની પેનલ્ટી
50 ટકા સુધી બેલેન્સ ઓછું થવા પર  10 રૂપિયા 30 રૂપિયા
50 ટકાથી વધુ અને 75 ટકા સુધી બેલેન્સ ઓછું થવા પર 12 રૂપિયા 40 રૂપિયા
75 ટકાથી વધુ બેલેન્સ ઓછું થવા પર  15 રૂપિયા 50 રૂપિયા
SBI reduces this rates, do you know
ગ્રામીણ બ્રાન્ચમાં
(માસિક સરેરાશ બેલેન્સ 1000 રૂપિયા)
નવી પેનલ્ટી હાલની પેનલ્ટી
50 ટકા સુધી બેલેન્સ ઓછું થવા પર

5

રૂપિયા

30 રૂપિયા
50 ટકાથી વધુ અને 75 ટકા સુધી બેલેન્સ ઓછું થવા પર 7.50 રૂપિયા 20 રૂપિયા
75 ટકાથી વધુ બેલેન્સ ઓછું થવા પર 10 રૂપિયા 40 રૂપિયા
 
X
SBI reduces this rates, do you know
SBI reduces this rates, do you know
SBI reduces this rates, do you know
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App