બાળકના જન્મની સાથે જ ઉઠાવી શકો છો SBIની આ સ્કીમ્સનો ફાયદો, આપે છે 10 લાખ રૂપિયા સુધીની ફેસિલિટી

એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ પર નહીં લાગે કોઇ ચાર્જ, ઉપાડી શકાય છે ડેલી 5000 રૂ.

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:59 AM
sbi pehla kadam and pehli udaan account for child

યુટિલિટી ડેસ્ક: તમે તમારા બાળક માટે બેન્ક સ્કીમ શોધી રહ્યા છો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની Pahela Kadam અને Paheli Udaan એકાઉન્ટ કામ આવી શકે છે. આ બંન્ને એકાઉન્ટ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. 'પહેલા કદમ' બાળકના જન્મથી 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે છે કે જે પેરેન્ટ્સની સાથે જોઇન્ટમાં હોય છે. અને 'પહેલી ઉડ્ડાન' 10 વર્ષથી વધારે ઉંમરના બાળક માટે છે. આ એકાઉન્ટમાં બાળકોને ધ્યાનમાં રાખીને બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. બેન્કે એ વાતોનું પણ ધ્યાન રાખ્યું છે કે બાળકો આ એકાઉન્ટનો ગેરઉપયોગ ના કરે. આમા બાળકની મહત્તમ ઉંમર 18 વર્ષની હોવી જોઇએ.

એકાઉન્ટમાં મળતી સુવિધાઓ
-'પહેલા કદમ' અને 'પહેલી ઉડ્ડાન' એકાઉન્ટમાં મંથલી મિનિમમ બેલેન્સની કોઇ કંડીશન નથી. એટલે એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોવા પર તમારે કોઇપણ ચાર્જ આપવાનો રહેતો નથી.
-આ એકાઉન્ટમાં તમે મહત્તમ 10 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેના વધારે પૈસા એકાઉન્ટમાં જમા કરી શકાશે નહીં.
- એકાઉન્ટમાંથી દરરોજ 5000 રૂપિયા ઉપાડી શકાય છે. આમા Bill payment, Opening e-Term Deposit (e-TDR)/ e-Special Term Deposit (e-STDR)/ e-Recurring Deposit (e-RD), Inter-Bank funds transfer (NEFT only)નો યુઝ કરી શકાય છે.
- આ એકાઉન્ટ્સમાં ચેક બુકની પણ સુવિધા આપેલી છે. એકાઉન્ટ ઓપનિંગ સમયે 10 ચેક આપવામાં આવે છે.
-એકાઉંટ્સમાં ATM-cum-Debit Card ની facility પણ આપી છે. જેના પર બાળકનો ફોટો આવશે. આના ATM-cum-Debit Card બાળકો અને પેરેન્ટ્સના નામ પર ઇશ્યૂ થાય છે. કાર્ડ દ્વારા પૈસા ઉપાડવાની ડેલી લિમિટ 5000 રૂપિયા છે.
- એકાઉન્ટ દ્વારા બાળક 2000 રૂપિયા સુધી પેમેન્ટ અથવા ટૉપ અપ કરાવી શકે છે.

X
sbi pehla kadam and pehli udaan account for child
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App