કરવા માંગો છો દેશ-વિદેશની ટૂર, SBIનું હોલિ ડે એકાઉન્ટ આવશે કામમાં

ટ્રિપની સાથે એકાઉન્ટમાં પડેલા પૈસા પર મળશે વ્યાજ, સાથે ટ્રાવેલ પેકેજ પર ડિસ્કાઉન્ટ પણ

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 05:35 PM
SBI offers Holiday Savings Account with Thomas Cook

યુટિલિટી ડેસ્ક: જો તમે દેશ-વિદેશની ટૂર કરવાની ઇચ્છા રાખો છો પરંતુ પૈસાની કમી હોવાના કારણે ફરી નથી શકતા તો, SBIનું હોલિ ડે સેવિંગ્સ એકાઉન્ટ તમારી મદદ કરી શકે છે. SBIએ લોકોને સસ્તામાં દેશ-વિદેશની ટૂર કરાવવા માટે થોમસ કુક સાથે કરાર કર્યો છે. જે હેઠળ બેન્કમાં હોલિ ડે સેવિંગ્સ એકાઉન્ટની સુવિધા ઉપલબ્ધ છે. આ સેવિંગ્સ એકાઉન્ટ તમારી ટ્રિપ માટે પૈસા જમા કરાવવા મદદ કરશે સાથે જ તમારા એકાઉન્ટ પર વ્યાજ પણ આપશે. તે સિવાય SBIમાં આ ખાસ એકાઉન્ટ ઓપન કરાવ્યા બાદ તમને ટ્રાવેલ પેકેજ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

RDના ફોર્મમાં થાય છે ડિપોઝિટ

SBIના હોલિ ડે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા RD એટલે રિકરિંગ ડિપોઝિટ ફોર્મમાં જમા થાય છે. એટલે તમે મંથલી ઇસ્ટૉલમેંટમાં એમાઉન્ટ જમા કરાવી શકો છો. આમા મળતું વ્યાજ દર SBIમાં 12 મહિનાના ડિપોઝિટ પર મળતું વ્યાજ દર હોય છે. જો આ એકાઉન્ટ ઓપન કરાવનાર સીનિયર સિટીઝન કેટેગરી સિલેક્ટ કરે છે અને તેની ઉંમર 60 વર્ષથી વધારે છે તો તેને મહત્તમ વ્યાજ દરનો ફાયદો મળે છે.

કેવી રીતે કરે છે કામ
- હોલિ ડે એકાઉન્ટનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા થોમસ કુકની વેબસાઇટ પર જઇને એક હોલિ ડે પેકેજ પસંદ કરવું પડશે.
- ત્યારબાદ તે પેકેજની કોસ્ટ 13 મહિનાના ઇએમઆઇ પર ડિવાઇડ થઇ જાય છે.
- પછી તમારે onlinesbi.com પોર્ટલ પર જઇને ઇ-રિકરિંગ ડિપોઝિટ (E-RD)એકાઉન્ટ બનાવવાનું રહેશે.
- તમારે આ પેકેજ માટે માત્ર 12 મહિનાનું ઇસ્ટૉલમેંટ ચુકવવાનું રહેશે. બાકી રહેલા છેલ્લા મહિનાનું ઇસ્ટોલમેંટ ઇ-આરડી પર મળતા વ્યાજ અને થોમસ કુક તરફથી ચુકવવામાં આવશે.

સમય પહેલા કરી શકો છો બંધ
કસ્ટમર ઇચ્છે તો આ એકાઉન્ટને 12 મહિના પુરા થયા પહેલા એટલે પ્રીમેચ્યોર પણ બંધ કરી શકે છે. આવામાં બેન્ક કેટલીક પેનલ્ટી વસૂલે છે. સાથે જ જ્યારે તમે આ સમયથી પહેલા બંધ કરાવવા પર તેનું ડિપોઝિટ તે એકાઉન્ટમાં પરત જતું રહેશે, જેમાથી આ એકાઉન્ટમાં પૈસા એડ કરવામાં આવે છે. તે સિવાય જો કસ્ટમરનું મંથલી ઇસ્ટોલમેન્ટ લેટ થઇ જાય છે તો બેન્ક દર 100 રૂપિયા પર પ્રતિમાહ 1.50 રૂપિયા ચાર્જ લેશે.

જોઇન્ટમાં પણ ઓપન કરી શકો છો, નોમિની પણ બનાવી શકો છો
SBIના હોલિ ડે સેવિંગ્સ એકાઉન્ટને સિંગલ અથવા જોઇન્ટ પર ખોલાવી શકાય છે. તે સિવાય તમારા જે એકાઉન્ટથી ઇ-આરડીમાં ડિપોઝિટ થશે, તેના વર્તમાન નોમિનીને આ એકાઉન્ટમાં પણ નોમિની બનાવી શકાય છે.

સોર્સ-https://www.sbi.co.in/portal/web/personal-banking/sbi-holiday-savings-account

X
SBI offers Holiday Savings Account with Thomas Cook
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App