યુટિલિટી ડેસ્ક: ભારતીય સ્ટેટ બેંક (sbi)એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર જાહેર કરી છે. બેન્કે પોતાના ગ્રાહકોને કહ્યું કે, જો તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના કોઇપણ પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવ્યા બાદ BHIM એપથી પેમેન્ટ કરે છે તો તેમને 5 લીટર પેટ્રોલ ફ્રી જીતવાનો મોકો મળશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને કારમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાનું રહેશે. જો તમે ફ્રીમાં પેટ્રોલ મેળવવા માંગો છો તો તમારે પેટ્રોલ ભરાવતી વખતે BHIM એપ દ્વારા ચુકવણી કરવાની રહેશે.
ચુકવણી ડિટેલ કરવી પડશે એસએમએસ
ગ્રાહકોએ ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. જેની ચુકવણી માત્ર ભીમ એસબીઆઇ યૂપીઆઇ એપથી કરવાની રહેશે. ત્યારબાદ તમારે 12 ડિઝિટ ટ્રાંજેક્શન નંબર અને તારીખને આ ફોર્મેટમાં 9222222084 પર એસએમએસ દ્વારા મોકલવાનું રહેશે. ફ્રી ઓફર વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે ગ્રાહક ફ્રી નંબર 1800228888 પર પણ ફોન કરી શકે છે.
એક મોબાઇલ નંબરથી મહત્તમ બે બાદ ઉઠાવી શકો છો ઓફરનો લાભ
ગ્રાહકો help@xtrarewards.com પર મેલ કરીને મદદ મેળવી શકે છે. આ ઓફર હેઠળ દર રોક 10 હજાર લકી કસ્ટમર્સને 5 લીટર સુધી પેટ્રોલ ફ્રીમાં મેળવવાનો મોકો મળશે. એસબીઆઇ તરફથી આ ઓફર 15 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. ગ્રાહક એક મોબાઇલ નંબરથી મહત્તમ બે વાર આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.
રેફરેન્સ નંબર આ રીતે કરો સેન્ડ
માની લો કે તમારો રેફરેન્સ નંબર 123456789123 છે. ત્યારે તમારે નંબરની સાથે ડેટ અને મંથ પણ લખવાનો રહેશે. જેમ કે તમે 20 નવેમ્બરે પેટ્રોલ અથવા ડિઝલ ખરીદ્યુ. તો તમારે રેફરેન્સ નંબર આ પ્રકારથી મેસેજ કરવાનો રહેશે.
123456789123 સ્પેસ 2011 => 9222222084
નોધ: SBIની આ ઓફર 15 ડિસેમ્બર રાત્રે 11:59 પર બંધ થઇ જશે. ઓફરનો ફાયદો માત્ર 18 વર્ષથી વધુ ઉંમરવાળાઓને જ મળશે. 10 હજાર કસ્ટમરને 50, 100, 150 અને 200 રૂપિયાનું કેશબેક મળશે. એક નંબર પર બેવાર સુધી કેશબેક મળશે. જેનું યુઝ પટ્રોલ ખરીદવામાં કરી શકાય છે.