હોમ લોન / સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 30 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ 0.05 ટકા ઘટાડ્યું

SBI lowers home loan lending interest

DivyaBhaskar.com

Feb 09, 2019, 01:08 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક એવી ‘સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા’એ 30 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોન પર લોનના વ્યાજદરમાં 0.05 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કની નાણાંનીતિની દ્વિમાસિક સમીક્ષાના એક દિવસ પછી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે આ જાહેરાત કરી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપોરેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આ વર્તમાન નિર્ણયથી 30 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોનના માસિક હપ્તામાં 96 રૂપિયા સુધીનો ઘટાડો આવશે. અત્યાર સુધી જેમનો માસિક હપ્તો 26,607 રૂપિયા આવતો હતો, તે હવે ઘટીને 26,511 રૂપિયા જેટલો આવશે.

25 લાખ રૂપિયા સુધીની હોમલોન પર મહિને 80 રૂપિયા સુધીનો લાભ

લોનની રકમ જૂનો માસિક હપ્તો નવો માસિક હપ્તો બચત
25 લાખ 22,173 22,093 80
30 લાખ 26,607 26,511 96

(જૂના માસિક હપ્તાની અને નવા માસિક હપ્તાની ગણતરી અનુક્રમે 8.80 ટકા અને 8.75 ટકાના આધારે કરાઈ છે. લોનની મુદ્દત 20 વર્ષ લેવામાં આવી છે.)

X
SBI lowers home loan lending interest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી