Home » National News » Utility » SBI give Unlimited Free Transaction offer

SBIની મોટી ઓફર, એટીએમથી કરી શકાશે અનલિમિટેડ ફ્રી ટ્રાંઝેક્શન

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 03:36 PM

ઓફરનો ફાયદો ઉઠાવવા માટે પુરી કરવી પડશે એક શરત

  • SBI give Unlimited Free Transaction offer

    યુટિલિટી ડેસ્ક: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના કસ્ટમર માટે અનલિમિટેડ ફ્રી ટ્રાંઝેક્શનની ઓફર લાવી છે. આ ઓફર હેઠળ કસ્ટમરને માત્ર એક શરત પુરી કરવાની રહેશે કે SBI એકાઉન્ટ હોલ્ડરે પોતાના એકાઉન્ટમાં મહિને એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા રાખવું પડશે. જો તમે પ્રતિ મહિને આશરે 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ રાખો છો, તો તમને અનલિમિટેડ ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધાનો લાભ મળશે. તે સિવાય દર મહિને મિનિમમ 25 હજાર રૂપિયા બેલેન્સ રાખનારને 10 ફ્રી ટ્રાંઝેક્શનનો ફાયદો મળશે. એસબીઆઇ તરફથી બધા જ સેલરી એકાઉન્ટ હોલ્ડરને ફ્રીમાં એસબીઆઇ અને અન્ય બેંક એટીએમ અનલિમિટેડ ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધા આપે છે.

    હાલમાં શું છે એસબીઆઇના નિયમ
    એસબીઆઇની ગાઇડલાઇન અનુસાર, મેટ્રો સિટીના કસ્ટમરને દર મહિને 8 ફ્રી એટીએમ ટ્રાંઝેક્શનની સુવિધા મળે છે. જેમા 5 ટ્રાંઝેક્શન એસબીઆઇ એટીએમ અને 3 ટ્રાંઝેક્શન અન્ય બેન્કોના એટીએમ દ્વારા કરી શકાય છે, જ્યારે નોન-મેટ્રો સિટી માટે આ સીમા 10 ફ્રી ટ્રાંઝેક્શન પ્રતિ મહિને મળે છે. જેમાં 5 ટ્રાંઝેક્શન એસબીઆઇ એટીએમ અને પાંચ અન્ય એટીએમથી કરવાની સુવિધા મળે છે. તેનાથી વધારે ટ્રાંઝેક્શન પર કસ્ટમરને 5 રૂપિયાથી લઇને 20 રૂપિયા સુધીનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે.

    આરબીઆઇના આદેશ પર એસબીઆઇએ લીધો નિર્ણય
    ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી બેંકોને એક નક્કી સંખ્યા પર કસ્ટમરને પ્રતિ મહિને ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધા આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસબીઆઇ તરફથી કસ્ટમર માટે આ પ્રકારની ઓફર જાહેર કરવામાં આવી છે. આની પહેલા SBIએ 31 ઓક્ટોબરથી એટીએમથી દરરોજ પૈસા ઉપાડવા પરની સીમા 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 રૂપિયા કરી દીધી હતી. જેના કારણે લોકોને જરૂરીઆતના પૈસા ઉપાડવા માટે સતત એટીએમ યુઝ કરવું પડતું હતું અને પછી નક્કી સીમાથી વધારે એટીએમ યુઝ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવતો હતો.

    દેશમાં અડધાથી વધારે ATM થઇ શકે છે બંધ
    દેશમાં છેલ્લા દિવસોમાં એટીએમથી જોડાયેલી એક ચર્ચા ચાલી રહી હતી. જેમા કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi) તરફથી કહેવામાં આવ્યું કે, દેશમાં માર્ચ 2019 સુધી 50 ટકાથી વધારે એટીએમ બંધ થઇ શકે છે. CATMiઅનુસાર દેશમાં હાલમાં 2.38 એટીએમ છે. જેમા 1.13 લાખ એટીએમ બંધ થવાના આરે છે. આમ થવા પર નોટબંધી જેવી હાલત ઉભી થાય તેવી આશંકા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ