ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD,જાણો કોણ આપે છે વધારે રિટર્ન|SBI FD or Post Office FD, Find out more Returns

  SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD: જાણો કોણ આપે છે વધારે રિટર્ન

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 07:44 PM IST

  રોકાણ અને રિટર્નની દ્રષ્ટિએ ફિક્સ ડિપોઝિટને એક ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે
  • SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD: જાણો કોણ આપે છે વધારે રિટર્ન
   SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD: જાણો કોણ આપે છે વધારે રિટર્ન

   નવી દિલ્હી: રોકાણ અને રિટર્નની દ્રષ્ટિએ ફિક્સ ડિપોઝિટને એક ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટની સુવિધા બેંક અને પોસ્ટ ઓફિસ બંન્ને આપે છે. જો તમે એ જાણવા માંગો છો કે બેન્ક અને પોસ્ટ ઓફિસની એફડીમાં કોણ સૌથી વધારે ફાયદો આપે છે તો આ ન્યૂઝ તમારી મદદ કરી શકશે. અમે આ ન્યૂઝના માધ્યમથી તમને એસબીઆઇ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી એફડી અને પોસ્ટ ઓફિસની એફડી વચ્ચે શું તફાવત છે તે અને આ બંન્નેમાંથી તમારા માટે કોણ વધારે ફાયદાકારક છે તે જણાવીશું.

   ફિક્સ્ડ ડિપોઝિટ ભલે બેન્ક તરફથી ઉપલબ્ધ કરાવાય કે પછી પોસ્ટ ઓફિસમાંથી બંન્ને રોકાણ અને રિટર્નની દ્રષ્ટિએ વ્યવહારિક હોય છે. આ એ રોકાણકારો માટે ફાયદાકારક હોય છે જે પોતાના પૈસાનું જોખમ લેવા નથી માંગતા. એફડીમાં રોકાણકારોને એક ચોક્કસ રિટર્ન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો બીજી તરફ અમૂક ટેક્સ સેવિંગ એફડી પણ હોય છે જે તમને ઇન્કમ ટેક્સની ધારા 80સીના હેઠળ ટેક્સ ફ્રીનો ફાયદો કરાવે છે.

   બેન્ક અને પોસ્ટ ઓફિસ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી એફડીમાંથી આપ મૈચ્યોરિટીથી પહેલા પણ કેટલાક રૂપિયા ઉપાડી શકો છો, જોકે આ રકમ ટેક્સની અન્ડરમાં આવે છે. પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ ઇન્ટરેસ્ટ રેટ: ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા પોસ્ટ (ભારતીય પોસ્ટ ઓફિસ) તરફથી ઉપલબ્ધ કારવવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં પણ રોકાણ કરી શકે છે. રોકાણકારો અહીં ઇન્ડિવિઝ્યુઅલ અને સંયુક્ત ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલી શકે છે. રોકાણકારો તેના માટે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પર જઇને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

   એસબીઆઇ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો

   એસબીઆઇએ માર્ચ 2018માં એફડી પર મળનારા વ્યાજદરો પર સંશોધન કર્યુ છે. દેશની સૌથી મોટા કર્જદારોના રૂપમાં એસબીઆઇ 1 કરોડ રૂપિયાથી ઓછી જમા પર 10 વર્ષ સુધીના સમયગાળાવાળી ફિક્સ ડિપોઝિટ પર 5.75%થી 6.75% સુધી વ્યાજ આપે છે. તો બીજી તરફ સીનિયર સિટિજન માટે આ વ્યાજદરોમાં થોડો વધારો કરી આપવામાં આવે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SBI FD કે પછી પોસ્ટ ઓફિસ FD,જાણો કોણ આપે છે વધારે રિટર્ન|SBI FD or Post Office FD, Find out more Returns
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `