એસબીઆઇ ગાઇડલાઇન / દરરોજ સામે આવી રહ્યા છે છેતરપિંડીના નવા-નવા કિસ્સા, SBIએ પોતાના દરેક ગ્રાહકો માટે જાહેર કરી ગાઇડલાઇન, ફ્રોડથી બચવા માટે SBIની આ 6 વાતોને જરૂર કરો ફોલો

ફ્રોડ થઇ જાય તો તરત કરો આ કામ, આ નંબર પર કરવાનો રહેશે મેસેજ

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 05:16 PM
SBI announces guidelines for each of its customers

યુટિલિટી ડેસ્ક: હાલના સમયમાં ફ્રોડની ફરિયાદો સામાન્ય બની ગઇ છે, જેટલો ઝડ પી ઓનલાઇન બેન્કિંગનો યુઝ વધી રહ્યો છે, એટલી જ ઝડપથી ફ્રોડની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. એસબીઆઇએ પોતાના કસ્ટમર્સને આ પ્રકારના ફ્રોડથી બચાવવા માટે ઘણા પગલા ભર્યા છે. બેન્ક મેજિસ્ટ્રિપ કાર્ડને ઇએમવી કાર્ડ સાથે રિપ્લેસ કરી ચુકી છે. એસબીઆઇએ ડેલી વિડ્રોલ લિમિટ પણ 40 હજારથી ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધી છે. તેની સાથે જ બેન્કે એક ગાઇડલાઇન જાહેર કરી છે. ફ્રોડથી બચવા માટે દરેક ગ્રાહકોએ તેને ફોલો કરવી જોઇએ.

શું છે એસબીઆઇની ગાઇડલાઇન
- પોતાના એસબીઆઇ કાર્ડને કોઇની પણ સાથે શેર ના કરો. ફેમિલી મેમ્બર્સ અને કંપની રિપ્રેઝેંટેટિવ અથવા મિત્રો સાથે પણ પોતાનું કાર્ડ શેર ના કરો.
- જ્યારે પણ એટીએમથી પૈસા ઉપાડો ત્યારે હંમેશા પબ્લિક પ્લેસ પસંદ કરો. જેમ કે શોપિંગ મોલ્સ, મૂવી થિયેટર સહિત. એટીએમનો યુઝ કરતી વખતે પોતાના હાથને કીપેડ પર કવર કરો.
- જો તમે ચુકવણી માટે કાર્ડ કોઇને આપ્યું છે તો સંપૂર્ણ પ્રોસેસ દરમિયાન કાર્ડ પર ધ્યાનથી નજર રાખો. ઘણા પીઓએસ મશીનોમાં સ્કીમર લાગેલા હોવાની ઘટનાઓ સામે આવે છે. તેવામાં ધ્યાન રાખો કે કાર્ડ સાથે કોઇ છેડછાડ તો નથી કરી રહ્યું.
- ફ્રોડ કરના ઘણીવાર પોતાને બેન્કનો સ્ટાફ જણાવી ડિટેલ લેવાના પ્રયત્નો કરે છે. એકાઉન્ટ અપડેટ કરવાના નામ પર પણ છેતરવાના પ્રયત્નો કરી શકે છે. તેવામાં કોઇની વાતોમાં ના આવી જાઓ, કારણ કે બેન્ક ક્યારેય પણ કોઇ કસ્ટમરથી તેમની પર્સનલ ડિટેલ માંગતી નથી.
- ક્યારેય પણ પોતાનો પિન, ઓટીપી, સીવીવી, નેટ બેન્કિંગ યુઝ આઇડી અને પાસવર્ડ કોઇ સાથે શેર ના કરો.

ફ્રોડ થાય તો શું કરશો?
- તરત એસબીઆઇ કસ્ટમર કેર સેન્ટર પર કોલ કરી તેની જાણકારી આપો.
- એસબીઆઇ ઇમેલ એડ્રેસ customercare@sbicard.com પર તરત ઇએમ કરો
- “Problem” લખી તેને 9212500888 નંબર પર મેસેજ મોકલો.
- એસબીઆઇના ટ્વીટર હેન્ડલ @SBICard_Connect પર પણ તેની જાણકારી આપી શકો છો.
- તેની સાથે જ એસબીઆઇની જે નજીકની બ્રાન્ચ હોય, ત્યાં જઇ અને બેન્ક અધિકારીઓને ફ્રોડની સંપૂર્ણ ડિટેલ આપો. જો તમે તમારે હોમ બ્રાંચમાં જઇ શકો તો તે સૌથી બેસ્ટ ઓપ્શન છે.

X
SBI announces guidelines for each of its customers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App