SBI: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પોસ્ટ માટે 48 જગ્યાઓ પર ભરતી, પગાર 45950 સુધી

24 સપ્ટેમ્બર સુધીમાં કરો અરજી, જાણો અરજી પ્રોસેસ

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 01:23 PM
SBI announce vacancies for specialist cader officers post

એજ્યુકેશન ડેસ્કઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પોસ્ટ માટે 48 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી ડેપ્યુટી મેનેજર(સિક્યોરિટી) અને ફાયર ઓફિસર પોસ્ટ માટે કરવામાં આવશે. અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2018 છે. ઉમેદવારોની ભરતી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ડેપ્યુટી મેનેજર પોસ્ટ માટે પગાર ધોરણ 45950 રૂપિયા છે.

પોસ્ટઃ ડેપ્યુટી મેનેજર(સિક્યોરિટી)
જગ્યાઃ
27
શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી.
વય મર્યાદાઃ 28થી 40 વર્ષ સુધી
પગાર ધોરણઃ 45950 રૂપિયા

પોસ્ટઃ ફાયર ઓફિસર
જગ્યાઃ
21
શૈક્ષણિક લાયકાતઃ NFSCમાંથી BE(ફાયર) અથવા સેફ્ટી અને ફાયર એન્જિનિયરિંગમાં B.Tech કરેલું હોવું જરૂરી.
વય મર્યાદાઃ 35થી 62 વર્ષ સુધી
પગાર ધોરણઃ CTC નેગોશિએબલ.


અરજી ફીઃ જનરલ અને અન્ય કેટેગરી માટે 600 રૂપિયા ફી, એસસી અને એસટી કેટેગરી માટે 100 રૂપિયા ફી.
અરજી કરવાની છેલ્લી તારીખઃ 24 સપ્ટેમ્બર 2018
પસંદગી પ્રક્રિયાઃ સિલેક્શન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે sbi.co.in/careers પર ક્લિક કરીને નવું રજિસ્ટ્રેશન કરવા માટે નવું એકાઉન્ટ બનાવવું પડશે. ત્યારબાદ ત્યાં આપવામાં આવેલી જાણકારી વાંચીને અરજી અને ફી ભરવાની રહેશે.

X
SBI announce vacancies for specialist cader officers post
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App