હડતાલ / SBI અને ખાનગી બેંકો બંધ નથી, બ્રાન્ચ વિઝીટ કરીને બેન્કિંગના કામ કરી શકો છો

divyabhaskar.com | Updated - Jan 08, 2019, 04:37 PM
SBI and all private banks remains open during strike on 8 and 9 January
X
SBI and all private banks remains open during strike on 8 and 9 January


યૂટિલિટી ડેસ્ક: સરકારની કથિત શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિક સંગઠન 8 અને 9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ પર છે. બેન્ક કર્મચારી સંગઠનોએ પણ તેનું સમર્થન કર્યું છે. હડતાળના લીધે મોટાભાગની સરકારી બેંકોમાં કામકાજ ઠપ્પ પડી ગયું છે. તેનાથી લોકો હેરાન છે. હડતાળની અસર દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) પર પડી નથી. બેન્ક રોજની જેમ ખુલી છે અને તેની 85000 બ્રાન્ચમાં વિઝીટ કરીને બેન્કિંગ સાથે જોડાયેલા તમામ કામ કરી શકાય છે. 


SBI કર્મચારીઓએ હડતાળમાં ભાગ ન લીધો

1.SBIના કર્મચારીઓએ હડતાળમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે જેના કારણે બેન્કના કામકાજ પર કોઈ પ્રભાવ પડ્યો નથી. સ્ટેટ બેન્ક સિવાય ખાનગી ક્ષેત્રની બેંકોના કામકાજ પર પણ આ હડતાલની અસર પડી નથી. ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક અને યસ બેન્કમાં પણ 8-9 જાન્યુઆરીના રોજ દરરોજની જ જેમ જ કામ થશે.
 
વીમા અને ટપાલ સેવા પણ પ્રભાવિત છે
2.બેન્કિંગ સંગઠનોની હડતાળને પગલે NEFT અને RTGS જેવી ઓનલાઇન સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. શ્રમિક સંગઠનો દ્વારા આયોજિત થયેલ આ હડતાળમાં 112 અન્ય સંગઠન પણ સામેલ છે. હડતાળમાં બેંકો સિવાય વીમો, BSNL અને પોસ્ટ કર્મચારીઓ પણ સામેલ થઇ રહ્યા છે. એવામાં આ સેવાઓ પણ પ્રભાવિત થઇ રહી છે. હડતાળ કરનાર સંગઠનોના સંયુક્ત પદાધિકારીએ દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી મોટી હડતાળ છે અને તેમાં લગભગ 15 કરોડ કર્મચારી સામેલ છે. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App