NPS એકાઉન્ટ ખોલાવીને મેળવો 2 કરોડનો પ્લામ, દૂર થઇ જશે INCOME TAXની ટેંશન

પેન્શન સિસ્ટમ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવીને વર્ષે 1.5 લાખનું રોકાણ કરી શકો છો

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 11:46 AM
Save your Income Tax in NPS Account

યુટિલિટી ડેસ્ક: જો તમારી વાર્ષિજ ટેક્સેબલ ઇનકમ 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો તમારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી બને છે. જો તમે ટેક્સ સેવિંગની સાથે રિટાયરમેન્ટ માટે 2 કરોડ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરવા માંગો છો તો નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

એનપીએસમાં કરી શકો છો વર્ષે 1.5 લાખનું રોકાણ

જો તમે ઇનકમ ટેક્સના ક્ષેત્રમાં આવો છો તો તમે પેન્શન સિસ્ટમ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવીને વર્ષે 1.5 લાખનું રોકાણ કરી શકો છો. એનપીએસમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ ટેક્સ ફ્રી હોય છે. Income Tax એક્ટના સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ટેક્સ ફ્રી રહે છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે રિટાયરમેંટ બાદ પોતાના માટે પેન્શન સિક્યોર કરી શકો છો.

2 કરોડના ફંડ માટે દર મહિને કરવું પડશે 10,000નું રોકાણ

તમારે એનપીએસ દ્વારા 2 કરોડનો ફંડ બનાવવા માટે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ઉદાહરણ પ્રમાણે તમારી ઉંમર 30 વર્ષની છે અને તમે ટેક્સ બચાવવા માટે દર મહિને 10,000 રૂપિયાનું એનપીએસમાં રોકાણ કરો છો. તો એક વર્ષમાં એનપીએસમાં તમે 1 લાખ 20 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી લો છો. જેમા તમારે કોઇપણ પ્રકારનો ટેક્સ આપવાનો રહેતો નથી. તે જ રીતે જો તમે 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 10,000નું રોકાણ કરતા રહેશો અને તમને તેમા વર્ષે 10 ટકા રિટર્ન મળતું રહેશે,એટલે 30 વર્ષમાં તમારુ રિટાયરમેન્ટ ફંડ 2 કરોડ 27 લાખની આસપાસ પહોચી જશે.

આ પણ વાંચો: એક કરતા વધારે એકાઉન્ટ રાખવાથી વધે છે પેનલ્ટી અને ITR સહિતની મુશ્કેલીઓ

X
Save your Income Tax in NPS Account
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App