2.50 રૂપિયામાં મળે છે પેડ, આ રીતે જાણો દુકાનનું એડ્રેસ અને ફોન નંબર

આંતરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને એક ખાસ ગીફટ આપી છે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 11:02 AM
Sanitary pad available in just Rs 2.50, do you know address of shop

2.50 રૂપિયામાં મળે છે પેડ, આ રીતે જાણો દુકાનનું એડ્રેસ અને ફોન નંબર.

નવી દિલ્હીઃ આંતરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને એક ખાસ ગીફટ આપી છે. મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ગુરૂવારે બાયોડિગ્રેડિબલ સેનેટરી નેપકિન્સ( Sanitary Pads) લોન્ચ કર્યા છે. તેની કિંમત 2.50 રૂપિયા પ્રતિ પેડ હશે. જયારે 4 પેડ વાળા એક પેકની કિંમત 10 રૂપિયા રહેશે. આ નેપકિન્સ હાલ બજારમાં મળનાર નેપકિન્સથી ખુબ જ સસ્તા છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ નેપકીન્સની એવરેજ કિંમત 8 રૂપિયા પ્રતિ પેડ છે.

બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન્સ દરેક પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્રો પર ઉપલબ્ધ હશે. જોકે પોતાના વિસ્તારમાં જનઔષધિ કેન્દ્ર કયાં છે તે શોધવું ખૂબ જ કઠણ કામ છે. અમે તમને જણાવી રહ્યાં છે, પોતાના વિસ્તારના જનઔષધિ કેન્દ્રનું એડ્રેસ અને ફોન નંબર કઈ રીતે મેળવશો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, દુકાનનું એડ્રેસ અને ફોન નંબર કઈ રીતે મેળવશો...

Sanitary pad available in just Rs 2.50, do you know address of shop

કોમ્પ્યુટર યુઝર આ રીતે જોવો

આ માટે તમે

http://janaushadhi.gov.in પર જાવ. અહીં STORESના સેકશન પર ક્લીક કરો. જો તમે વેબસાઈટને ડેસ્કટોપ પર જોઈ રહ્યાં છો તો ડાબી બાજૂએ તમામ રાજયોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તેની આગળ ગણતરી લખેલી છે કે કયાં રાજયમાં કેટલા સ્ટોર છે. તમે તેની પર ક્લીક કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. દુકાનનો નંબર અને ફોન નંબર પણ આપવામાં આવ્યો છે.

 

આગળ વાંચો, મોબાઈલ યુઝર્સ કઈ રીતે શોધશો..

Sanitary pad available in just Rs 2.50, do you know address of shop

મોબાઈલ યુઝર કઈ રીતે કરશે લોકેટ

 

જો તમે મોબાઈલ પર આ વેબસાઈટને જોઈ રહ્યાં છો તો તમારે થોડું વધુ શોધવું પડશે. કારણ કે સ્ટોર પર ક્લીક કર્યા બાદ તમને પંજાબના જનઔષધી કેન્દ્રનું લિસ્ટ બતાવશે. તેની નીચે રાજય પ્રમાણેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એક સરકારી સર્વેના જણાવ્યા પ્રમાણે, ભારતના ગ્રામણી વિસ્તાર વિસ્તારમાં માત્ર 48 ટકા મહિલાઓ સેનેટરી નેપકીન્સનો ઉપયોગ કરે છે. જયારે શહેરમાં આ આંકડો 78 ટકા છે.

X
Sanitary pad available in just Rs 2.50, do you know address of shop
Sanitary pad available in just Rs 2.50, do you know address of shop
Sanitary pad available in just Rs 2.50, do you know address of shop
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App