અહીં વેચો તમારા જુના કપડાં અને સામાન, ઘરેબેઠા કરો કમાણી

divyabhaskar.com

Dec 04, 2018, 12:46 PM IST
sale your old clothes online

યુટિલિટી ડેસ્ક: હવે તમે પોતાના જુના કપડાં વેચીને પણ સારી કમાણી કરી શકો છો. ઓનલાઇન એવી ઘણી વેબસાઇટ છે, જે તમને જુના કપડાં પર સારી કિંમત આપે છે. સારી વાત એ પણ છે કે, આ માટે તમારે માર્કેટમાં જવાની જરૂર નહીં પડે, તમે ઘરે બેઠા જ પોતાના કપડાં વેચી શકો છો. જે તે કંપની તમારા ઘરેથી કપડાં પિકઅપ કરી લેશે. આ સાથે તમે અહીંથી સારા ડિસ્કાઉન્ટ સાથે કપડાં અને અન્ય સામાન ખરીદી શકો છો. પ્રાઇસની વાત કરવામાં આવે તો આ સાઇટ્સ તમારા જુના કપડાંની ક્લોલિટીના આધાર પર તમને ચુકવણી કરે છે. એટલે જેટલી સારી રિસેલિંગ વેલ્યૂ હશે, એટલી વધારે તમને જુના કપડાંની કિંમત મળી શકશે.

અહીં વેચો તમારા જુના કપડાં
કોન્ફિડેન્શિયલ કાઉચર (confidentialcouture)નામની એક સાઇટ પર તમે જુના કપડાંની સાથે પોતાનું પર્સ, બેગ અને અન્ય જુની વસ્તુઓ પણ વેચી શકો છો. તેના માટે તમારે કોન્ફિડેન્શિયલ કાઉચરથી કોન્ટેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ થશે. પોતાના જુના કપડાંની કેટલીક તસવીરો આ ઓનલાઇન કંપનીને મોકવાની રહેશે. તમારા જુના કપડાંની ક્વોલિટીના આધાર પર સાઇટ તરફથી તમારી સામે એક પ્રાઇસ લિસ્ટ આવશે.
જો તમને કંપનીની ડિલ પસંદ આવે છે તો કંપની જાતે તમારા ઘરેથી જુના કપડાં પિકઅપ કરશે. આ સાઇટ લક્ઝરી અને મોટી બ્રાંડ્સના જુના કપડાંઓની ખરીદી વધારે કરે છે.

વેચવાની સાથે સેલેબ્રિટીઝના કપડાં ખરીદો

ઇનવોગ્ડ નામની વેબસાઇટ પર જુના કપડાં વેચવાની સાથે જ બોલીવુડ સ્ટારના યુઝ કરેલા કપડાં પણ ખરીદી શકો છો. આલિયા ભટ્ટ, સેફ અલી ખાન સહિત અનેક સ્ટાર્સના યૂઝ કરેલા કપડાં આ સાઇટ પર ખુબ જ સસ્તા ભાવે વેચાય છે.
પોતાના જુના કપડાં વેચવા માટે તમારે સૌથી પહેલા કપડાંની કેટલીક તસવીરો વોટ્સએપ કરવાની રહેશે. ફોટોસ જોયા બાદ કંપની તમારો સંપર્ક કરશે અને પ્રાઇસ લિસ્ટ મોકશે.
ઇનવોગ્ડ એપ દ્વારા મોબાઇલથી પણ તેનો યુઝ કરી શકાય છે. સેલેબ્રિટીઝના કપડાં ખરીદવા માંગો છો, તો સાઇટ પર નજર રાખો, કારણ કે સાઇટ પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી રહે છે.

પહેલાથી જાણો કિંમત
અન્ય સાઇટ્સની જેમ જૈપિલ પણ તમારા જુના કપડાં, શૂઝ, પર્સ અને બેગ્સ સહિત અન્ય સામાન ખરીદે અને વેચે છે. આ સાઇટ પર જુના કપડાં વેચવાની પ્રોસેસ શરૂ કરતા પહેલા તમે પ્રાઇસ કૈલ્કૂલેટ કરી શકો છો. જુના કપડાંની ઓરિજનલ કિંમતથી કમ્પેરિઝન કરી તે ગણતરી જણાવી દે છે કે તમને કેટલી કમાણી થશે.
ત્યારબાદ કપડાંની તસવીરો અપલોડ કરવાની સાથે જ પિકઅપ શેડ્યૂલ કરો. જૈપિલ તમારા ઘરે આવી જુના કપડાં પિક કરશે અને તેની કિંમત તમને આપી દેશે.

મોબાઇલ દ્વારા પણ વેચી શકો છો
ઇલાનિક એક મોબાઇલ એપ છે. જેના દ્વારા તમે સ્માર્ટફોનથી જુના કપડાંની તસવીરો અપલોડ કરી શકો છો અને ત્યારબાદ ઇલાનિક ગણતરી કરશે. ઇલાનિક પણ અન્ય કંપનીઓની જેમ ઘરેથી કપડાં પિકઅપ કરશે. પિકઅપ કર્યા બાદ તે સ્ટાર્ટઅપ જુના કપડાંને એક પ્રોસેસ દ્વારા ક્લીન અને નવા જેવા બનાવે છે અને પછી તેની રિસેલ વેલ્યૂ પર વેચી દે છે. આ સાઇટ પર પણ પર્સનલ ગ્રૂમિંગથી જોડાયેલી દરેક વસ્તુઓ વેચી શકાય છે.

X
sale your old clothes online
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી