ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» પતિ-પત્ની યૂઝ નહીં કરી શકે એકબીજાનું ATM|Rules Of Debit Card,Don't Disclose your Pin To Anyone

  પતિ-પત્ની યૂઝ નહીં કરી શકે એકબીજાનું ATM, બેન્કે આપ્યો 25000નો ઝાટકો

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 04:09 PM IST

  એસબીઆઇએ મહિલાના એકાઉન્ટમાંથી કપાયેલા 25000 રૂ.રિફન્ડ કરવાનો ઇન્કાર કર્યો છે.
  • પતિ-પત્ની યૂઝ નહીં કરી શકે એકબીજાનું ATM, બેન્કે આપ્યો 25000નો ઝાટકો
   પતિ-પત્ની યૂઝ નહીં કરી શકે એકબીજાનું ATM, બેન્કે આપ્યો 25000નો ઝાટકો

   યુટિલિટી ડેસ્ક: એક મહિલાએ પોતાનું SBI ડેબિટ કાર્ડ પોતાના પતિને આપ્યું, પતિએ તેનો એટીએમમાં યૂઝ કર્યો પરંતુ એટીએમમાંથી પૈસા ન નિકળ્યા અને એકાઉન્ટમાંથી 25000 રૂપિયા કપાઇ ગયા. જ્યારે મહિલાએ આ મામલાની કન્ઝ્યુમર્સ ફોરમમાં ફરિયાદ કરી, પરંતુ એસબીઆઇએ ટ્રાંજેક્શન વિના એકાઉન્ટમાંથી કપાયેલા 25000 રૂપિયા રિફન્ડ કરવાની ના પાડી દીધી. બેન્કનું કહેવું છે કે, ડેબિટ કાર્ડ નોન ટ્રાન્સ્ફરેબલ હોય છે, જેથી ખાતેદાર સિવાય અન્ય કોઇપણ વ્યક્તિને (ફેમિલી મેમ્બર્સ પણ) તેનો ઉપયોગ કરવા માટે આપી શકાતું નથી. આ નિયમનો ઉલ્લેખ કરતા એસબીઆઇએ મહિલાના એકાઉન્ટમાંથી કપાયેલા 25000 રૂ.રિફન્ડ કરવાનો ઇન્કાર કર્યો છે. મહિલાએ પ્રાઇવસી અને સુરક્ષાના નિયમનો ભંગ કર્યો છે. બેન્કના આ લોજિકને કન્ઝ્યુમર્સ ફોરમે પણ સ્વીકાર્યો છે, આથી તમારી સાથે પણ આવી કોઇ ઘટના ન બને તો એટીએમ અને ડેબિટ કાર્ડના આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.


   શું ન કરવું જોઇએ?

   - કાર્ડ પર પોતાનો પિન નંબર ક્યારે પણ ન લખવો.

   - અજાણ્યા લોકો પાસેથી એટીએમ ટ્રાન્ઝૅક્શનની મદદ ન લેવી અને કોઇ અન્ય વ્યક્તિને ટ્રાજેક્શન માટે પોતાનું કાર્ડ ન આપવું.

   - કોઇપણ વ્યક્તિને પોતાનો એટીએમ પિન ન શેર કરવો, બેન્ક કર્મચારી કે પછી ફેમિલી મેમ્બર્સને પણ નહીં.

   - ટ્રાજેક્શન સમયે મોબાઇલ ફોન પર વાત ન કરવી. આવું કરવાથી તમારું ધ્યાન ભટકી શકે છે અને ટ્રાંન્ઝેક્શનમાં ભૂલ થઇ શકે.

   હંમેશા રાખો આ સાવધાની

   - એટીએમ ટ્રાજેક્શન વખતે રાખો પુરી પ્રાવેસી. તે વાતનું ધ્યાન જરૂર રાખો કે એટીએમ મશીનમાં પિન નંબર નાખતી વખતે કોઇ અન્ય જોઇ તો નથી રહ્યું.

   - ટ્રાજેક્શન બાદ જ્યાં સુધી મશીનમાં વેલકમ સ્કીન ન આવે ત્યાં સુધી મશીનની પાસે જ ઉભુ રહેવું.

   - તમારો મોબાઇલ નંબર બેન્કમાં રજિસ્ટર્ડ છે કે નહી તે જરૂર ચેક કરી લેવું. જેથી તમને બેંક તરફથી બધા જ ટ્રાજેક્શન અલર્ટ મળતા રહે.

   - એટીએમની પાસે લોકોની શંકાસ્પદ મૂવમેન્ટની નજર રાખવી અને અજાણ્યા લોકો સાથે વાતચીતમાં વ્યસ્ત ન થવું.

   - શોપિંગ કર્યા બાદ પોતાનું કાર્ડ પરત લેવાનું ના ભૂલવું.

   - -એટીએમમાં જો કોઇ એકસ્ટ્રા ડિવાઇસ લાગેલી છે તો તેના પર નજર રાખવી.

   - એટીએમ કાર્ડ ખોવાય અથવા ચોરી થઇ જાય ત્યારે તરત જ બેન્કને સૂચિત કરો. કોઇ અનઓથરાઈઝ્ડ ટ્રાજેક્શન પર પણ તરત જ જાણકારી આપવી,બેન્ક પર આવતા ટ્રાંજેક્શન અલર્ટ અને બેન્ક સ્ટેટ્મેંટને નિયમિત પણે ચેક કરતા રહો,

   - એટીએમમાંથી કેશ ના નિકાળો અને પૈસા કપાઇ જવાની સ્થિતિમાં તરત જ બેંકને સૂચિત કરો.

   - કોઇપણ ટ્રાજેક્શન કર્યા બાદ સૌ પ્રથમ મોબાઇલ પર આવેલા એસએમએસને ચેક કરો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પતિ-પત્ની યૂઝ નહીં કરી શકે એકબીજાનું ATM|Rules Of Debit Card,Don't Disclose your Pin To Anyone
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `