1

Divya Bhaskar

Home » National News » Utility » જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય? । RRB what to do if more than one candidate get same number

રેલ્વે પરીક્ષાઃ જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય?

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 10:24 AM IST

ભારતીય રેલવેના ઇતિહાસમાં 90 હજાર પદો માટે પરીક્ષા યોજાનારી છે

  • જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય? । RRB what to do if more than one candidate get same number
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રેલ્વે પરીક્ષાઃ જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય?

    યુટિલિટી ડેસ્કઃ ભારતીય રેલવેના ઇતિહાસમાં 90 હજાર પદો માટે પરીક્ષા યોજાનારી છે. આ પદોમાં અંદાજે 62 હજાર પદ ગ્રુપ ડી માટે છે. જ્યારે બાકીના ઉમેદવારોની ભરતી ગ્રુપ સીમાં કરવામાં આવનારી છે.

    રેકોર્ડ એપ્લિકેશન. આવી શકે છે સમસ્યા


    આ 90 હજાર જગ્યાઓ માટે દેશભરમાંથી અંદાજે પોણા ત્રણ કરોડ લોકોએ અરજી કરી છે. તેનાથી એ વાતની સંભાવના ઉભી થઇ છે કે મેરિટ લિસ્ટમાં અનેક ઉમેદવારોના અંક એક સરખા હોઇ શકે છે. જો બે અથવા બેથી વધારે ઉમેદવારોના અંક સરખા હશે તો શું થશે. આવી સ્થિતિમાં કોની પસંદગી થશે અને કોને નોકરી મળશે?


    રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે આ રીતે શોધ્યું સમાધાન


    રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે તેનો ઉકેલ શોધી લીધો છે. બોર્ડે બે ગ્રુપો માટે જારી કરેલા જોબ નોટિફિકેશનમાં એ ક્લિયર કરવામાં આવ્યું છે કે જો બે અથા બેથી વધારે ઉમેદવારોના મેરિટમાં એક સરખા નંબર હશે તો ફાઇનલ સિલેક્શન તેમની ઉમરના આધારે કરવામાં આવશે. જેમાં વધુ ઉમરવાળી વ્યક્તિને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે ત્રણ ઉમેદવારના નંબર એક સરખા છે. જેમાં A નામના ઉમેદવારની ઉમર 32 વર્ષ, Bની ઉમર 31 અને Cની ઉમર 33 વર્ષ હશે તો પસંદગી સી નામના ઉમેદવારની થશે.


    આગળની સ્લાઇડ્સમાં વાંચો વધુ 20 હજારની કરાશે ભરતી

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય? । RRB what to do if more than one candidate get same number
    રેલ્વે પરીક્ષાઃ જો મેરિટ લિસ્ટમાં બે ઉમેદવારના માર્ક્સ સરખા હોય તો શું થાય?

    રેલવે ટૂંક સમયમાં અન્ય 20 હજાર વેકેન્સી માટે બહાર પાડશે નોટિફિકેશન


    રેલવે હાલ 90 હજાર વેન્કેન્સી માટે પરીક્ષા લઇ રહી છે, પરંતુ ટૂંક સમયમાં 20 હજાર વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવશે. આ માટે મે મહિનામાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. આ પ્રકારે રેલવેમાં કુલ 1.10 લાખ નવી જોબ ઉભી કરવામાં આવશે. આરપીએફ અને આરપીએસએફમાં અંદાજે 9 હજાર લોકોને નોકરી આપવામાં આવશે, ઉપરાંત એલ-2 કેટેગરીમાં 10 હજારથી વધારેની ભરતી કરવામાં આવશે. 

More From National News

Trending