350 રૂપિયાના સિક્કામાં 50% હશે ચાંદી, આ રીતે લઈ શકશે

ભારતીય રિઝર્વ બેન્ક ઝડપથી 350 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 05:52 PM
Reserve bank will issue Rs 350 coin

યુટિલિટિ ડેસ્કઃ ભારતીય રિઝર્વ બેન્ક ઝડપથી 350 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. આ સિક્કો ગુરુ ગોવિંગ સિંહ જીની 350મી જયંતિના પ્રસંગે ઈસ્યું કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાબું અને 5-5 ગ્રામ નિકલ અને જસતથી બનેલો હશે. અમે અહીં તમને તેની ખાસિયત શું હશે અને તેને કઈ રીતે બુક કરાવી શકાય, તે વિશે જણાવી રહ્યાં છે.

શું છે ખાસિયત

આ સિક્કાનું વજન 34.65 ગ્રામથી લઈને 35.35 ગ્રામ સુધી હશે. તેના પાછળના ભાગમાં હરિમંદિર જી પટના સાહેબની તસ્વીર આવશે. મધ્યમાં દેવનાગરી લિપિમાં ગુરૂદ્વારાનું નામ લખેલું હશે. સિક્કાના આગળના હિસ્સા પર અશોક સ્તંભ બનેલું હશે. તેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે. ડાબી બાજુએ દેવનગરી લિપિમાં ભારત લખેલું હશે. ડાબી તરફ અંગ્રેજીમાં INDIA લખેલું હશે.

તમે કઈ રીતે કરી શકો છો બુક, જોવો આગળની સ્લાઈડમાં...

Reserve bank will issue Rs 350 coin

તમે કઈ રીતે કરી શકો છો બુક

 

આ સિક્કાને બુક કરાવવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. કોલકતા અને મુંબઈ મિન્ટ ઓફિસ સ્પેશિયલ એડીશન સિક્કા અને સ્મારક સિક્કા બહાર પાડે છે. તમે હૈદરાબાદ મિન્ટ, કોલકતા મિન્ટ અને મુંબઈ મિન્ટની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. વેબસાઈટ પર કસ્ટમર કોર્નરમાં તમને અપકમિંગ પ્રોડકટસના બુકિંગનું ઓપ્શન મળશે. રિલિઝ થયા બાદ તમે મુંબઈ મિન્ટમાં જઈને પણ તેને લઈ શકો છો.

X
Reserve bank will issue Rs 350 coin
Reserve bank will issue Rs 350 coin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App