ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો|Remember these thing before Changing a new Job

  નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 02:57 PM IST

  નવી કંપનીમાં જોઇન્ટ થતા જ તમારા નિમણુંકરતાને જુના UAN નંબર વિશે જણાવી દેવું જોઇએ
  • નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો
   નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો

   નવી દિલ્હી: જો તમે નોકરી કરી રહ્યા છો અને નોકરી બદલવાની જલ્દીમાં છો તો આ ન્યૂઝ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી બદલતી વખતે મોટાભાગના લોકો મહત્વની બાબતોને ભૂલી જાય છે. જેના કારણ સ્વરૂપ તમને નવી કંપનીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આજે તમને આ ન્યૂઝના માધ્યમથી એવા ત્રણ કામ વિશે જણાવીશું જેને નોકરી છોડ્યા બાદ તરત જ અમલમાં લેવા જોઇએ.

   નવી કંપનીને જરૂર જણાવી દેવું તમારું જુનું UAN:

   નવી કંપનીમાં જોઇન્ટ થતા જ તમારા નિમણુંકર્તાને જુના UAN નંબર વિશે જણાવી દેવું જોઇએ. જો તમે આવું નહી કરો તો પાછળથી મુશ્કેલીમાં પડી શકો છો. કારણકે આ સ્થિતિમાં તમારો નિમણુંકર્તા તમારા માટે નવો UAN નંબર જનરેટ કરાવી શકે છે. તેવામાં તમારે જુના UAN નંબરને નવા UAN નંબર સાથે મર્જ કરાવવા અથવા તો પૈસા ઉપાડવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો વધારે સારુ એ રહેશે કે જોઇનિંગના દિવસે જ તમે તમાર નિમણુંકર્તાને જણાવી દો કે તમારી જુની કંપનીમાં સાલી રહેલા UAN નંબરને જ એક્ટિવેટ રાખે.

   જોકે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ખાતાને મર્જ કરવાની સુવિધા અથવા તો ઉપાડ અથવા તો ટ્રાંસફર કરવાની સુવિધા આપે જ છે પરંતુ તે પ્રક્રિયામાં ખુબજ લાંબો સમય વિતી જાય છે. સાઇટ પર જઇને અનેક પ્રકારના કોર્મ ભરવા અને જરૂરી ડોક્યુમેન્ટને પૂરા કરવાના રહે છે. આ પ્રકારની મુશ્કેલીઓથી બચવા અને જુના ખાતામાં ટ્રાંજેક્શન ચાલૂ રાખવા તમારા જુના UANને નવી કંપનીમાં જમા કરાવી દેવો જોઇએ.

   સેલેરી એકાઉન્ટ જરૂર બંધ કરાવો:

   સામાન્ય રીતે બેન્ક સેલરી એકાઉન્ટમાં સતત ત્રણ મહિના સુધી સેલેરી ન જમા થતા તેને સેવિંગ એકાઉન્ટમાં બદલી નાખે છે અને તેમા પૂરતી રકમ મેન્ટેન ના કરવામાં આવતા બેંક તે એકાઉન્ટ પર પેનલ્ટી વસૂલે છે. બેન્કો તરફથી આ વિશેમાં વસૂલવામાં આવતી પેનલ્ટી અને સેલરી એકાઉંટને સેવિંગ એકાઉન્ટમાં બદલવાનો સમય અલગ અલગ હોઇ શકે છે. ઘણી બેન્કોમાં 6 મહિના સુધી મિનિમમ બેલેંસ મેન્ટેન ના કરવા પર બેન્ક પેનલ્ટી વસૂલ કરે છે, તો બેસ્ટ એ રહેશે કે તમે નોકરી છોડો તે સમયે તમારી જુની કંપની તરફથી ખોલી આપવામાં આવેલા સેલરી એકાઉન્ટને બંધ કરાવી દો જેથી તમે બેન્કની પેનલ્ટીથી બચી શકો.

   નોકરી છોડ્યા પહેલા લો ફોર્મ 16:

   નોકરી છોડતા સમયે કંપનીના એચઆર પાસેથી નો ડ્યૂસ અને એનઓસી તો બધાજ જમા કરાવી દે છે, જોકે ક્યારેક આપણે જરૂરી ડોક્યુમેન્ટ લેવાનું ભૂલી જતા હોઇએ છીએ. જેમા સૌથી જરૂરી હોય છે ફોર્મ 16. ફોર્મ 16ની જરૂરીઆત ઇન્વેસ્ટમેંટ સાબિતી અને ટેક્સ પે સમયે ખાસ પડે છે. તમને જણાવી દઇએ કે, ફોર્મ 16 ના હોવાથી ટેક્સની ચોક્કસ ગણતરી કરવામાં ઇસ્યૂ થાય છે. એટલે જ કંપની છોડ્યા પહેલા નિમણૂંકરતા પાસેથી ફોર્મ 16 લેવાનું ક્યારેય ન ભૂલવું. આ ફોર્મ આઇટીઆર ફાઇલિંગ સમયે પણ કામમાં આવે છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2018 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2018 છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો|Remember these thing before Changing a new Job
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `