પ્રયાગરાજ કુંભ / Jio લાવ્યું 'કુંભ જિયો ફોન', મેળામાં ગુમ થયેલ લોકોનાં લોકેશન સહિતની જાણકારી આપશે

divyabhaskar.com | Updated - Jan 08, 2019, 02:45 PM
Reliance launches kumbh jio phone to help pilgrims during MAHA KUMBH MELA

યૂટિલિટી ડેસ્ક: દુનિયાના સૌથી મોટા કુંભ મેળા માટે રિલાયન્સ દ્વારા જિયોફોન લોન્ચ કરવામાં આવ્યો. 55 દિવસ દરમિયાન 13 કરોડ જેટલા દર્શનાર્થીઓ અને યાત્રિકો પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે. કુંભના આ પવિત્ર અવસર પર ડૂબકી મારવા આવતા કરોડો યાત્રિકો માટે જિયો ડીજીટલ ટિકિટ બુકીંગ, રૂટ, ઇમર્જન્સી નંબર સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવ્યું છે. આ પવિત્ર કુંભ મેળા દરમિયાન જિયોના 4G ડેટાની શક્તિ સાથે કુંભ જિયોફોન દર્શનાર્થીઓને અલગ જ અનુભવ કરાવશે. કુંભ જિયોફોન નીચે મુજબના ખાસ લાભ સાથે રજુ થવાનો છે.

1. કુંભ અંગે સંપૂર્ણ માહિતી

  • કુંભમેળા અંગે માહિતી
  • પ્રવાસ અંગેની જીવંત માહિતી (જેમકે ટ્રેન, બસ, વગેરે)
  • ટિકિટ બુકિંગ
  • યાત્રી આશ્રય ક્યાં આવેલા છે તેની માહિતી
  • ઈમરજન્સીના દરેક નંબર
  • વિસ્તાર, રૂટ અને નકશાઓ
  • પહેલેથી ઉપલબ્ધ ધાર્મિક કર્યો અને ન્હાવા માટેની ટાઈમટેબલ
  • રેલ્વે કેમ્પ મેળો અને અન્ય


2. કુંભમાં રહેવું સરળ બનાવતી વિશેષતાઓ

  • કુટુંબ સાથે સંપર્ક: કુટુંબીજનો અને સાથીઓ મેળા દરમિયાન ક્યાં છે તેનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.
  • ખોયા અને પાયા: આપ કોઇથી વિખુટા પડી ગયા હોય તો તેમની પાસે કેમ પહોંચવું કે તેમની કેમ શોધવા તેની મદદ


3. કુંભ અંગે ધાર્મિક માહિતી

  • આગલા વર્ષોના કુંભના વિડીયો અને આ વર્ષે કુંભની વિશેષ ઇવેન્ટ અને કાર્યક્રમનું JioTV ઉપર જીવંત પ્રસારણ
  • સ્ત્રોત્ર, શ્લોક, આરતી અને ભક્તિગીત સાથે કુંભનો ૨૪ કલાક ચાલતો રેડિયો


4. ન્યુઝ એલર્ટ
કુંભ અને તેની આસપાસના મહત્વના સમાચારો સતત તમારી આંગળીના ટેરવે


5. મનોરંજન

  • આપની મુલાકાત અને તે પછીના મનોરંજન માટે સંખ્યાબંધ ગેમ્સ
  • કુંભ અંગેની રોજ ક્વીઝમાં ભાગ લો અને રોજ જીતો આકર્ષક ઇનામો


* કુંભના ફોનના વિશેષ ફીચર્સ
- કુંભના આ નવા ફીચર્સ જિયોફોનના વર્તમાન અને નવા બન્ને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
- આ કુંભ ફીચર્સ જિયોસ્ટોર અને જિયોફોન થકી મેળવી શકાય છે
- રિલાયન્સ રીટેલ દ્વારા 1991 નંબર ઉપર ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે જેમાં જિયોફોન અંગેની કોઈપણ જાણકારી મેળવી શકાય છે.

X
Reliance launches kumbh jio phone to help pilgrims during MAHA KUMBH MELA
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App