એજ્યુકેશન ડેસ્કઃ ગુજરાત મેટ્રો રેલ(MEGA) દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં 11 જેટલી મહત્વની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જનરલ મેનેજરથી લઇને આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી સુધીની જગ્યાઓ પર ભરતી કરવામાં આવવાની છે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેસિસ પર કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2018 છે, અરજી ઓનલાઇન કરવાની રહેશે. 51300સુધીનું પગાર ધોરણ છે.
પોસ્ટઃ જનરલ મેનેજર (Civil /Planning & Construction)
જગ્યાઃ 02
શૈક્ષણિક લાયકાતઃ B.E/B.Tech (સિવિલ), 20 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 58 વર્ષ સુધી
પગાર ધોરણઃ 51300-73000
પોસ્ટઃ જોઇન્ટ જનરલ મેનેજર (Civil /Planning & Construction)
જગ્યાઃ 02
શૈક્ષણિક લાયકાતઃ B.E/B.Tech (સિવિલ), 16 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 50 વર્ષ સુધી
પગાર ધોરણઃ 36600-62000
પોસ્ટઃ જોઇન્ટ જનરલ મેનેજર (Underground Construction)
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ B.E/B.Tech (સિવિલ), 16 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 50 વર્ષ સુધી
પગાર ધોરણઃ 36600-62000
પોસ્ટઃ જોઇન્ટ/સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (Architecture)
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ B. Arch, 15-16 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 50/48 વર્ષ સુધી
પગાર ધોરણઃ 36600-62000 /32900-58000
પોસ્ટઃ મેનેજર (Finance & Accounts)
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ CA / ICWAI, 7થી 9 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 38 વર્ષ સુધી
પગાર ધોરણઃ 24900-50500
પોસ્ટઃ મેનેજર (Public Relation)
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ જર્નાલિઝમ અથવા માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી, 7થી 9 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 38 વર્ષ સુધી
પગાર ધોરણઃ 24900-50500
પોસ્ટઃ આસિસ્ટન્ટ કંપની સેક્રેટરી
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાના ફેલો/એસોસિએટ મેમ્બરમાં કંપની સેક્રેટરી, 7થી 9 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 38 વર્ષ સુધી
પગાર ધોરણઃ 24900-50500
પોસ્ટઃ આસિસ્ટન્ટ મેનેજર (Asset Management)
જગ્યાઃ 01
શૈક્ષણિક લાયકાતઃ B.E/B.Tech (સિવિલ), 5 વર્ષનો અનુભવ જરૂરી.
વય મર્યાદાઃ 30 વર્ષ સુધી
પગાર ધોરણઃ 20600-46500
અરજી કરવાની છેલ્લી તારીખઃ 15 સપ્ટેમ્બર 2018
અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે http://www.gujaratmetrorail.com/careers/ પર જઇને જરૂરી માહિતી વાંચી ઓનલાઇન અરજી કરવાની રહેશે.