Home » National News » Utility » માત્ર 7000 હજારમાં સરકારી ટ્રેનિંગ લઇ આજે મહિને 42,000 કમાય છે રવિરાજ|Raviraj Earns 42,000 per month after Take government training

માત્ર 7000 હજારમાં સરકારી ટ્રેનિંગ લઇ આજે મહિને 42,000 કમાય છે રવિરાજ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 05:26 PM

રવિરાજની સફળતાની સ્ટૉરી ખુદ નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન(NSIC) શેર કરી છે

 • માત્ર 7000 હજારમાં સરકારી ટ્રેનિંગ લઇ આજે મહિને 42,000 કમાય છે રવિરાજ|Raviraj Earns 42,000 per month after Take government training
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્ક: પુણેના રહેવાસી રવિરાજ વિલાસ હારગુડે દિલ્હીમાં એક સારી નોકરી કરી રહ્યા છે. તે ક્લીન મેક્સ સોલર પ્રાઇવેટ લિમિટેડમાં ડિઝાઇન એન્જીનિયર તરીકે નોકરી કરી દર મહિને 42000 હજારનો પગાર પાડે છે. આ દેશની ખુબ પ્રખ્યાત રુફટોપ કંપની માની એક છે. તે જાણાવે છેકે આ કંપનીમાં સારો મોકો અપાવવામાં નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ( NSIC)ની મહત્વની ભૂમિકા રહી છે. રવિરાજની સફળતાની સ્ટૉરી ખુદ નેશલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન(NSIC) શેર કરી છે.

  NSICથી કર્યો હતો વિકેન્ડ કોર્સ

  હારગુડેએ દિલ્હીના NSICમાંથી Staad Pro.નો વિકેન્ડ કોર્સ કર્યો હતો. જેની ક્લાસ ખાલી શનિવાર અને રવિવારે જ હોય છે. રવિરાજએ ઑગસ્ટ-સપ્ટેમ્બર 2017માં આ કોર્સ કર્યો હતો. જ્યારે રવિરાજ આ કોર્સ કરી રહ્યો હતો ત્યારે તેની ફી 7000 રૂપિયા હતી. રવિરાજએ જાણાવ્યું કે 'મારા પ્રોફાઇલ પ્રમાણે મારા માટે આ પ્રકારનો પ્રોગ્રામ ખુબજ ફાયદાકારક થશે તે હું જાણતો હતો'. પણ નોકરીની સાથે આ પ્રકારની ટ્રેનિંગ લેવી ખુબજ હાર્ડની સાથે ખર્ચાળ પણ હતી. બાદમાં મને NSIC વિશે જાણાવા મળ્યું અને મે તે કોર્સ જોઇંટ કર્યો. આ કોર્સ કરવાથી મને કરિયરમાં ઘણો લાભ થયો.

  સરકારે સ્વરોજગાર અને ટેકનિકલ તાલીમ આપવા માટે નેશલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના માધ્યમથી અલગ અલગ કોર્સનું સંચાલન કરતી રહે છે. કામકાજ કરનાર માણસો માટે વિકેન્ડ ટ્રેનિંગની સુવિધા પણ રાખવામાં આવે છે. અહીંની ટ્રેનિંગની ખાસ વાત એ છેકે અહીંયાના દરેક કોર્સ માન્યતા પ્રાપ્ત હોય છે અને તેની ફી પણ ખુબ ઓછી હોય છે.


  ક્યા-ક્યા છે આ સુવિધા

  NSICનું ટેક્નિકલ સર્વિસ સેન્ટર દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, ગુજરાત અને હરિયાણામાં છે. દરેક કેન્દ્રમાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.

  આગળ ક્લિક કરીને જાણૉ, કેવા પ્રકારના કોર્સ કરાવવામાં આવે છે

 • માત્ર 7000 હજારમાં સરકારી ટ્રેનિંગ લઇ આજે મહિને 42,000 કમાય છે રવિરાજ|Raviraj Earns 42,000 per month after Take government training

  કેવા પ્રકારના કોર્સ કરાવવામાં આવે છે

   

  NSICમાં સેન્ટરોમાં નોકરી કરવાલાયક અથવા નાનામોટા વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીંયા પેપર નેપકિન અને ડોના મેકિંગ, પેકિંગ, ટોયલેટ પેપર બનાવવા, ઘઉંનો લોટ બનાવવો અને તેનું પેકિંગ, ઓટોમેટિક વાયર નેઇલ, તેલ નિષ્કર્ષણ, સોયા દૂધ, બેઝિક કટીંગ અને ટેઇલિંગ, મસાલા ગ્રાઇન્ડીંગ અને પેકિંગ, નોટ બૂક પ્રિન્ટિંગ અને બાઇન્ડિંગ, સૉક્સ બનાવવાની ટ્રેનિંગ અપાય છે. તેની સાથે અહીંયા ટેક્નિકલ કોર્સ પણ કરાવામાં આવે છે, જેવા કે 3d મોડેલીંગ અને એનાલિટિક્સ, રિવર્સ એન્જિનિયરિંગ, ઓર્ગેનિક ફાર્મિગ બિઝનેસ, ટેલિવિઝન ઉત્પાદન વગેરે.

   

  કેવી રીતે મળે છે એડમિશન?

   

  કોર્સ માટે એડનિશનનો સમય અલગ અલગ હોય છે. ઘણી બેન્ચ ચાલતી રહેતી હોય છે.

   

  આપ સૌ પ્રથમ https://www.nsic.co.in પર જઇને ચેક કરી લો કે આપની આસપાસ ચાલી રહેલા સેન્ટરમાં આ સમયે કયા કોર્સ પર એડમિશન મળી રહ્યું છે. તે સિવાય તમે વેબસાઇટ પર આપવામાં આવેલા ફોન નંબર દ્વારા પણ સંપર્ક કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ