જાણો ભારતના કયા શહેરમાં આપવામાં આવશે સૌથી વધુ સેલરી

આ પાંચ સેક્ટરમાં આપવામાં આવે છે 10 લાખ સુધીનો પગાર

divyabhaskar.com | Updated - Apr 17, 2018, 01:23 PM
Randstad study says Bangalore highest paying city

યુટિલિટી ડેસ્કઃ બેંગાલુરુ દેશનું એવું શહેર છે, જ્યાં પ્રોફેશનલ્સને સૌથી વધારે સેલરી આપવામાં આવે છે. આ મામલે ફાર્મા અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ ટોપ પર છે. જે પોતાના એમ્પ્લોયને સૌથી વધારે પગાર આપે છે. બેંગાલુરુમાં દરેક લેવલ અને ફંક્શન્સ પર કમર્ચારીઓને વાર્ષિક એવરેજ સીટીસી(કોસ્ટ ટૂ કંપની) 10.8 લાખ રૂપિયા છે. રેંડસ્ટેડ ઇન્ડિયાનું રિસર્ચ એન્ડ એનાલિસિસ ડિવિઝ રેંડસ્ટેડ ઇનસાઇટ્સના માધ્યમથી આ વાત પ્રકાશમાં આવી છે.
પુણે બીજા અને એનસીઆર ત્રીજા નંબર પર
નંબર શહેર એવરેજ સીટીસી
1 બેંગાલુરુ 10.8 લાખ
2 પુણે 10.3 લાખ
3 એનસીઆર 9.9 લાખ
4 મુંબઇ 9.2 લાખ
5 હૈદરાબાદ 7.9 લાખ
- આ એવા શહેર છે, જે પોતાની આસપાસના રાજ્યો વચ્ચે જોબ્સ માટે સૌથી મોટું હબ માનવામાં આવે છે. નોકરી માટે યુવાઓના મનપસંદ શહેર છે.
સેલરી આપવામાં પ્રોફેશનલ સર્વિસ સેક્ટર બીજા નંબરે
નંબર સેક્ટર એવરેજ સીટીસી
1 ફાર્મા-હેલ્થકેર 9.6 લાખ
2 પ્રોફેશનલ સર્વિસ 9.4 લાખ
3 એફએમસીજી 9.2 લાખ
4 આઇટી સેક્ટર 9.1 લાખ
5 ઇન્ફ્રાસ્ટ્રક્ચર-રિયલ એસ્ટેટ 9.0 લાખ

- રિપોર્ટ પ્રમાણે જીએસી લાગુ થયા બાદ ઇમ્પ્લીમેન્ટેશન અને કંપ્લાયન્સ સ્પેશિયાલિસ્ટ્સની ડિમાંડ ઘણી વધી છે. જેના કારણે પ્રોફેશનલ સર્વિસિઝમાં સેલરી વધી છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો અનુભવી પ્રોફેશનલ્સમાં ડોક્ટર સૌથી આગળ

Randstad study says Bangalore highest paying city

અનુભવી પ્રોફેશનલ્સમાં ડોક્ટર સૌથી આગળ

- રિપોર્ટ પ્રમાણે, 6થી 10 વર્ષનો અનુભવ રાખનારા પ્રોફેશનલ્સને તુલનાત્મક રીતે સૌથી વધારે સેલરી મળે છે.
- આ મામલે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 18.4 લાખ રૂપિયા વાર્ષિક સીટીસી સાથે ટોપ પર છે.
- ત્યારબાદ આર્કિટેક્ટ(15.1 લાખ રૂપિયા), પ્રોડક્ટ એન્જિનિયરિંગ સ્પેશિયાલિસ્ટ્સ(14.8 લાખ રૂપિયા) અને બ્લોક ચેન ટેક્નોલોજી એક્સપર્ટ્સ(14.6 લાખ રૂપિયા) આવે છે.
- રેંડસ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઇઓ પોલ ડુપુઇસે કહ્યું, ‘મજબૂત સેલરી સ્ટ્રક્ચરમાં ઇન્ટરનલ અને એક્સટર્ન પે ઇક્વિટીની વચ્ચે સારું સંતુલન થાય છે. તેનાથી સારા પ્રતિભાશાળીઓને જોડવામાં મદદ મળે છે અને પ્રોત્સાહન મળે છે.
- આ રિપોર્ટમાં 20 ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ અને 15 ફંક્શન્સની 1 લાખ નોકરીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. 

X
Randstad study says Bangalore highest paying city
Randstad study says Bangalore highest paying city
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App