Divya Bhaskar

Home » National News » Utility » ખેતી દ્વારા મહિને 1.5 લાખ કમાય છે રમેશ|Ramesh Earns 1 lakhs per month by farming

ખેતી દ્વારા મહિને 1.5 લાખ કમાય છે રમેશ, 3 વર્ષ પહેલા શરૂ કર્યો હતો બિઝનેસ

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 08:22 PM

ટ્રેનિંગ સમયે તેને લીમડા કેક મેન્યુફેક્ચરિંગ યૂનિટની મુલાકાત લેવાનો મોકો મળી ગયો

 • ખેતી દ્વારા મહિને 1.5 લાખ કમાય છે રમેશ|Ramesh Earns 1 lakhs per month by farming

  નવી દિલ્હી: એક તરફ યંગસ્ટર એન્જીનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારે છે તો બીજી તરફ એવા પણ યુવાનો છે કે ખેતીમાં પોતાની કિસ્મત અજમાવતા રહે છે. આ ક્ષેત્રમાં તે પોતાના કરિયરની સાથે સારી કમાણી પણ કરી લે છે. મહારાષ્ટ્રના પૂણેમાં રહેનાર રમેશ ખલદકર પણ ખેતી કરીને મહિને લાખો રૂપિયાની આવક ઉભી કરી લે છે. સાથે જ ખેડુતોને ખેતીની અલગ અલગ ટેકનિક શીખવાળવાની સાથે તમનું માર્ગદર્શન પણ કરે છે. તો આવો જાણીએ કેવી રીતે આ યુવક કરે છે લાખોની કમાણી....

  નોકરી છોડીને શરૂ કર્યો ખેતીનો બિઝનેસ

  પુણેના ખલદકર ગામમાં રહેનાર રમેશ ખલદકરે મની ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે તેણે ફોરેસ્ટ્રીમાં બીએસસી કર્યુ છે. બીએસસી કર્યા બાદ તેણે એક આયુર્વેદિક કંપનીમાં ત્રણ મહિના સુધી નોકરી કરી હતી. ત્યાંથી નોકરી છોડ્યા બાદ તેણે સરકારના પર્યટન વિભાગમાં નોકરી કરી. નોકરી કરતા સમયે તેને ઘણુ બધું નવું જાણવા મળ્યું. ત્યારબાદ તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું મન બનાવી લિધુ. અને 2014-15માં પોતાની કંપની શરૂ કરી. જેનું વાર્ષિક ટર્નઓવર આજે 2 કરોડ રૂપિયા છે.

  2 મહિનાના કોર્સે બદલી નાખી લાઇફ

  રમેશ જણાવે છેકે, લીમડો અનેક ગુણોથી ભરપૂર પ્લાન્ટ છે, લીમડાને જંતુનાશકના રૂપમાં યુઝ કરવાથી માટીની આરોગ્યતા પણ સારી રહે છે. સાથે કિડા-મકોડાનો પણ નાશ થાય છે. લીમડાના આ ગુણે તેને પ્રેરિત કરી નાખ્યો હતો. આ વિષય પર વધારે જાણકારી મેળવવા માટે તેણે એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ સેંટર્સ દ્વારા ચલાવવામાં આવતા 2 મહિનાના કોર્સને જોઇન્ટ કર્યો. ટ્રેનિંગ સમયે તેને લીમડા કેક મેન્યુફેક્ચરિંગ યૂનિટની મુલાકાત લેવાનો મોકો મળી ગયો અને તેમાથી મળેલી જાણકારીના કારણે તેની લાઇફ બદલાઇ ગઇ.

  48 લાખનું ઇન્વેસ્ટ કરીને શરૂ કર્યો બિઝનેસ

  ટ્રેનિંગ પૂર્ણ થવા બાદ રમેશે પોતાના પરિવાર પાસેથી 48 લાખ રૂપિયા લઇને બિઝનેસ શરૂ કર્યો. લીમડાનું તેલ અને લીમડાના બીજની કેક બનાવવાની યૂનિટ શરૂ કર્યા બાદ લોકલ સ્તર પર કંપનીનો પ્રચાર કર્યો, જેના ફળ સ્વરૂપે તેને ત્રણ ઓર્ગેનિક કંપનીઓ દ્વારા લોકલ ખેડુતો માટે કેટલાક ટનનો ઓર્ડર મળ્યો. પહેલા લોટમાં તેણે 300 એમટી લીમડા કેક મેન્યોર ખાતર અને 500 લીટર લીમડાના તેલનું પ્રોડક્શન કર્યુ. બધો ખર્ચો નીકાળતા તેને તે સમયે 22 લાખનો નફો કરી લીધો. તેનાથી તેને આત્મવિશ્વાસ વધ્યો અને તેણે લીમડાના અન્ય પ્રોડક્ટ પણ બનાવવાના શરૂ કર્યા. આજે તેની પાસે 21 ઓર્ગેનિક પ્રોડક્ટ છે.

  કન્સલ્ટિંગના કામ પર છે વધારે મહેનત

  તે સિવાય રમેશ વર્મી કમ્પોસ્ટ અને જંતુનાશક પણ બનાવે છે. બિઝનેસના વિસ્તાર માટે હાલમાં તે એગ્રી કન્સલ્ટિંગ પર વધારે ધ્યાન આપી રહ્યો છે. તે માને છે કે એગ્રી સેક્ટરની કંપનીઓને કન્સલ્ટિંગની જરૂરિઆત હોય છે અને તેની પાસે આ ક્ષેત્રનો ખાસો અનુભવ પણ થઇ ગયો છે જેનો ફાયદો કંપનીઓ સાથે પણ ઉઠાવવો જોઇએ. તે જણાવે છેકે, કંપનીઓ માટે હું માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી રહ્યો છું. આ કામ દ્વારા મારી સારી કમાણી થઇ જાય છે. પ્લાંટ, કન્સલ્ટિંગ અને ડેવલપમેન્ટ માટે રમેશે અલગથી આરકે એગ્રી કોર્પોરેશનની શરૂઆત કરી છે. તે પોતાના આ બિઝનેસ દ્વાર વર્ષે 16 લાખથી પણ વધારે કમાણી કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending