આમળાની 500 છોડ લગાવી બન્યા લખપતિ, પહેલા ચલાવતા હતા જીપ

એક પેપરના ટુકડાએ બદલી નાખી રાજસ્થાનના અમર સિંહની લાઇફ, આજે કરે છે લાખોની કમાણી

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 06:40 PM
rajasthan citizen amar singh start amla plant farming

યુટિલિટી ડેસ્ક: પરિવારનું પેટ ભરવા માટે એક સમયે જીપ ચલાવતા રાજસ્થાનના અમર સિંહ આજે કરે છે ખેતી દ્વારા લાખોની કમાણી. અમર સિંહને એક ન્યુઝ પેપરમાં આમળાના ગુણો વિશે જાણકારી મળી ત્યારબાદ તેમણે આમળાના છોડ પોતાના ખેતરમાં લગાવ્યા જેનાથી તેઓ 2 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ રોજગાર આપે છે. આવો જાણીએ અમર સિંહની શું છે સ્ટોરી....

કેવી રીતે કરી શરૂઆત
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કુમ્હેર તહસીલ વિસ્તારના સમન ગામના નિવાસી અમર સિંહએ પારિવારિક પરિસ્થિતિઓના કારણે ધો. 11 પાસ કર્યા બાદ અભ્યાસ છોડી અને એક જીપમાં કન્ડેક્ટરની નોકરી કરવા લાગ્યા તથા ત્રણ મહિના બાદ જીપ ચલાવવાનું સીખી ડ્રાઇવરની નોકરી કરી. એક દિવસ તેમને એક પેપરના ટુકડામાં આમળાના 100 ગુણકારી ફાયદા જોવા મળ્યા. તેને જોઇ તેઓ તરત જ કૃષિ અધિકારીઓને મળ્યા અને આમળાના 500 છોડની માંગ કરી. વર્ષ 2002માં કૃષિ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા છોડથી અમર સિંહે પોતાના ખેતરમાં આમળાનો બગિચો લગાવ્યો.

પહેલા મળી નિરાશા

આમળાના છોડ લાગાવ્યાને ચાર વર્ષ બાદ અમર સિંહના આમળાનો બગીચો ફળોથી ભરાઇ ગયો, પરંતુ અમર સિંહે આમળાની ઉપયોગિતા વિશે જે જાણ્યું તથા સાંભળ્યું હતું, તે અનુસાર આમળાની કિંમત નહોતી મળી રહી. અમર સિંહ આ આમળાને લઇ મથુરા પણ ગયા પરંતુ ત્યાં પણ તેમને યોગ્ય કિંમત ના મળી. અંતે જે ભાવ મળ્યો તે જ ભાવમાં વેચી અમર સિંહ ફેમસ થઇ રહ્યા હતા.

150 ક્વિંટલ ઉત્પાદ તૈયાર કર્યો
અમર સિંહને લુપિન સંસ્થાના માર્ગદર્શન તથા આર્થિક સપ્લિમેન્ટથી આગળ વધવાનો પુરો વિશ્વાસ પ્રાપ્ત થઇ ગયો તો તેમણે પોતાના ખેતરના બધાજ આમળાના વિભિન્ન ઉત્પાદ તૈયાર કરવા માટે 82 ક્વિંટલ ખાંડ કામમાં લીધી એટલે અંદાજિત 150 ક્વિંટલ ઉત્પાદ તૈયાર કર્યો. તેને તૈયાર કરવા માટે તેમણે પરિવાર તથા ગામના અંગત 20 લોકોને ત્રણ મહિના સુધી રોજગાર આપ્યો.

2 લાખની ઇનકમ
તેનાથી અંદાજિત 100 ક્વિંટલ મુરબ્બો, 10-10 ક્વિંટલ અથાણું, જામ, કેંડી, જેલી સહિત બનાવ્યું. તેણે મુરબ્બો બનાવવામાં અંદાજિત 25 રૂપિયા પ્રતિ કિલો ખર્ચ આવ્યો જેને તેમણે ગામની આસપાસ તથા સ્થાનીય બજારોમાં 40 રૂપિયા પ્રતિકિલોના દરથી વેચી અંદાજિત 2 લાખ રૂપિયાની ઇનકમ પ્રાપ્ત કરી લીધી. હવે તે તેની કિંમત ઘટાડવાની દિશામાં છે. આવનાર વર્ષોમાં અન્ય ફળોનું પ્રસંસ્કરણ કરી લોકોને ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવશે જેના માટે લુપિન સંસ્થા સતત પ્રયાસ કરી રહી છે. લુપિન અમર સિંહને નવીન પેકેઝિંગ વિધિ સિવાય આમળા ઉત્પાદોને રાષ્ટ્રીય મેળા, ખાદી સેલ્સ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહી છે.

X
rajasthan citizen amar singh start amla plant farming
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App