તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રેલવેએ લોંચ કરી નવી એપ|Railways Has Launched A Mobile App For Ordinary Travelers

રેલવેએ લોંચ કરી નવી એપ, હવે મોબાઇલથી બુક કરો જનરલ ટિકિટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: રેલવેએ સામાન્ય યાત્રીઓની સુવિધા માટે એક મોબાઇલ એપ લોંચ કરી છે. આ એપની મદદથી હવે યાત્રીઓને લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નહી પડે. તો આવો જાણીએ શું ખાસિયત છે રેલવેની આ નવી એપમાં. 

 

રેલવે મંત્રાલયે એક રજૂઆત કરતા કહ્યું કે, રેલ માહિતી સિસ્ટમ કેન્દ્રએ 'utsonmoblie'નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી છે. યૂઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. સાથે જ તેને રજિસ્ટ્રેશન કરવું પણ ખૂબ જ સરળ છે. 

 

આ રીતે કરી શકાશે રજિસ્ટ્રેશન 

 

રેલવે અનુસાર રજિસ્ટ્રેશન કરાવવા માટે યાત્રીઓને સૌથી પહેલા મોબાઇલ નંબર, નામ, શહેર, રેલવેની મૂળભૂત બુકિંગ, ટિકિટનો પ્રકાર, યાત્રીની સંખ્યા અને વારંવાર યાત્રા કરતા માર્ગની જાણકારી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન  કર્યા બાદ યાત્રીનું આપોઆપ જીરો બેલેન્સનું રેલવે વોલેટ ઓપન થઇ જશે. એપની ખાસ વાત એ પણ છે કે તેમા આર-વોલેટ બનાવવામાં કોઇપણ વધારાના ફી આપવી પડતી નથી. રેલવેએ જણાવ્યું છે કે, આર-વોલેટને કોઇ પણ યૂટીએસ કાઉન્ટર અથવા વેબસાઇટમાં આપેલા વિકલ્પ દ્વારા રીચાર્જ કરાવી શકાય છે. 

 

આ એપમાં યાત્રીને માત્ર તે જ દિવસની ટિકિટ મળશે, જે દિવસની તે યાત્રા કરવા માંગે છે. એડવાન્સ બુકિંગની સુવિધા આ એપમાં આપવામાં નથી આવી.TC( ટીકિટ કલેક્ટર) દ્વારા ટિકિટ માંગવા પર મોબાઇલ એપમાં આપેલ ઓપ્શનમાં જઇને ટિકિટ બતાવી શકાય છે. 

 

યાત્રી માસિક ટિકિટની સાથે આ એપ દ્વારા પ્લેટફોર્મની ટિકિટ પણ ખરીદી શકે છે. પ્લેટફોર્મ ટિકિટ માટે સ્ટેશનનું નામ લખવાનું રહેશે, જો કે તે ટિકિટ માત્ર ત્રણ કલાક માટે જ માન્ય રહેશે. આ એપમાં તમારા બેન્ક એકાઉંટ અને એટીએમ કાર્ડને પણ સરળતાથી લિંક અપ કરાવી શકાય છે, જેનાથી પેમેન્ટ કરવી વખતે કોઇ જાતની મુશ્કેલીઓ પડતી નથી. 

 

આ પણ વાંચો, નોકરી છોડતા સમયે ક્યારેય ના ભૂલવી જોઇએ આ ત્રણ બાબતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો