રેલવે / કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને આપશે મોટી ગિફ્ટ, હવે ફ્રીમાં રેલવેની મુસાફરી કરી શકશે પરિવારના લોકો

રેલવે મંત્રી પીયૂષ ગોયલે જાહેર કર્યો ઓર્ડર

divyabhaskar.com | Updated - Jan 29, 2019, 09:32 PM
Railway minister Piyush Goyal declared the new order

યુટિલિટી ડેસ્ક: ભોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે સતત એકપછી એક મોટી ગિફ્ટ આપી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ટૂંક સમયમાં કર્મચારીઓના બાળકોને 33 વર્ષ સુધી ફ્રી મુસાફરીનો પાસ આપશે. આ પહેલા ઉંમર સીમા 21 વર્ષની હતી જેવે વધારીને 33 વર્ષ કરી દેવામાં આવી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે તેની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલે ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક કર્યા બાદ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ઘણા વર્ષોથી કરી રહ્યા હતા કર્મચારી આની માંગ
આ સુવિધાને લઇ કર્મચારીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓનું કહેવું છે કે બાળકો 20 અથવા 21 વર્ષની ઉંમરમાં જ એક શહેરથી બીજા શહેર સ્ટડી અથવા નોકરી માટે મુસાફરી કરે છે. આ કારણથી રેલવે કર્મચારીઓએ સરકારથી બાળકોને રેલવે મુસાફરીમાં આપવામાં આવતી સમય સીમાને વધારવાની માંગ કરી હતી.

દિકરા અને દિકરી બંન્નેને મળશે આ સુવિધા
રેલવેની આ વ્યવસ્થામાં કર્મચારીઓના દિકરા અને દિકરી બંન્નેને આ સુવિધાનો લાભ ઉઠાવવા મળશે. પરંતુ લગ્ન થયા બાદ દિકરી આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે નહીં. દિકરો લગ્ન બાદ એટલે 33 વર્ષની ઉંમર સુધી મુસાફરી ફ્રીમાં કરી શકે છે.

X
Railway minister Piyush Goyal declared the new order
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App