ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» રેલ્વેએ યાત્રીઓ માટે શરૂ કરેલી નવી સુવિધામાં આવા મળશે ફાયદા|Railway has introduced a wakeup alarm system in the train

  રેલ્વેએ યાત્રીઓ માટે શરૂ કરેલી નવી સુવિધામાં આવા મળશે ફાયદા

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 04:09 PM IST

  રેલવેએ ટ્રેનમાં વેકઅપ અલાર્મ સિસ્ટમ શરૂ કરી છે. જેમાં યાત્રી પોતાની રીતે એલાર્મ સેટ કરી શકશે
  • રેલ્વેએ યાત્રીઓ માટે શરૂ કરેલી નવી સુવિધામાં આવા મળશે ફાયદા
   રેલ્વેએ યાત્રીઓ માટે શરૂ કરેલી નવી સુવિધામાં આવા મળશે ફાયદા

   યુટીલિટી ડેસ્ક: ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે રાત્રીના સમયે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે યાત્રીઓ ઉંઘી જવાના કારણે પોતાનું સ્ટેશન મિસ કરી દેતા હોય છે, અથવા તો કેટલીકવાર યાત્રીઓ એ માટે આખી રાત એટલા માટે નથી ઉંઘી શકતા કે તેમનું સ્ટેશન ચુકાઇ ના જાય. હવે તેનો રસ્તો રેલવેએ શોધી કાઢ્યો છે. રેલવેએ ટ્રેનમાં વેકઅપ અલાર્મ સિસ્ટમ શરૂ કરી છે. જેમાં યાત્રી પોતાની રીતે એલાર્મ સેટ કરી શકશે.

   યાત્રી દ્વારા અલાર્મ સેટ કરવામાં આવ્યા બાદ જ્યારે યાત્રીનું સ્ટેશન આવશે તેના અડધા કલાક પહેલા મોબાઇલની રિંગ વાગશે અને મુસાફર આરામથી પોતાના સ્ટેશને ઉતરી શકશે. જેને ડેસ્ટિનેશન એલર્ટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમ આઇસીઆરસીટીની અંડરમાં આવશે. વેકઅપ અલાર્મ સિસ્ટમને ત્રણ પ્રકારથી સેટ કરી શકાય છે.

   આ રીતે કરી શકાશે અલાર્મ સેટ

   1. યાત્રીએ 139 નંબર પર કોલ કરીને ડેસ્ટિનેશન Alertનું વિકલ્પ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પીએનઆર નંબરનું ઓપ્શન આવશે. પીએનઆર નંબરના વેરીફિકેશન બાદ સિસ્ટમ જાતેજ તમારું ડેસ્ટિનેશન અલાર્મ સેટ કરી દેશે. જે મોબાઇલ નંબર તમે રિઝર્વેશન સ્લિપમાં એડ કર્યો હશે તેના પર અલાર્મ સેટ કરેલા સમય પર વાગવા લાગશે.

   2. 139 નંબર પર કોલ કરી Customer Service Agent સાથે વાત કરવા માટે કોલ ટ્રાન્સફર કરાવો. ત્યારબાદ હાજર અધિકારીને ડેસ્ટિનેશન અલાર્મ સેટ કરવાનું જણાવો. તમારે તમારો મોબાઇન નંબર અને ડેસ્ટિનેશન સ્ટેશનની પણ જાણાકારી આપવાની રહેશે.

   3. યાત્રીએ ALERT-PNR લખીને 139 પર SMS કરવાનો રહેશે. ત્યારબાદ પીએનઆરના વેરીફિકેશન બાદ યાત્રીના મોબાઇલ નંબર પર Alert કોલ સેટ કરી દેવામાં આવશે. જેનો SMS તેમના મોબાઇલ પર પણ આવશે.


   શું હશે કોલ ચાર્જ ?

   ડેસ્ટિનેશન Alert અથવા વેકઅપ Alert કોલ માટે યાત્રીએ સામાન્ય કૉલ કરતા વધારે પૈસા ચૂકવવાના રહેશે. મેટ્રો સિટી માટે લેન્ડલાઇનથી કોલ કરવા પર 1.20 રૂપિયા પ્રતિ 180 સેકેન્ડ ચાર્જ લાગશે. જ્યારે નોન મેટ્રો સિટી માટે 1.20 પૈસા પ્રતિ 120 સેકેન્ડ ચાર્જ રહેશે. મોબાઇલથી કોલ કરવા પર મેટ્રો સિટીમાં 60 સેકેન્ડના 1.20 અને નોન મેટ્રો સિટીમાં 1 મિનિટના 2 રૂપિયા ચાર્જ રહેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રેલ્વેએ યાત્રીઓ માટે શરૂ કરેલી નવી સુવિધામાં આવા મળશે ફાયદા|Railway has introduced a wakeup alarm system in the train
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top