Home » National News » Utility » ટ્રેનમાં 7 રૂ.ની ચા અને 50માં મળે છે લંચ-ડિનર|railway has decided to lunch dinner and breakfast food price

ટ્રેનમાં 7 રૂ.ની ચા અને 50માં મળે છે લંચ-ડિનર, 1 રૂપિયો પણ વધારે લેવાય તો કરો અહીં ફરિયાદ

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 03:02 PM

રેલ્વે મિનિસ્ટ્રી આ વિષય પર અનેક વાર ટ્વીટ દ્વારા જાણકારી આપી ચૂકી છે

  • ટ્રેનમાં 7 રૂ.ની ચા અને 50માં મળે છે લંચ-ડિનર|railway has decided to lunch dinner and breakfast food price

    યુટિલિટી ડેસ્ક: ટ્રેનમાં યાત્રા કરતી વખતે યાત્રીઓ પાસેથી બ્રેકફાસ્ટ, લંચ-ડિનર અથવા પાણીની બોટલના વધારે ભાવ વસૂલવામાં આવે છે, જો કે રેલવેના નિયમ અનુસાર કોઇ પણ વેન્ડર 1 રૂપિયો પણ કોઇ યાત્રી પાસેથી વધારે ના લઇ શકે. રેલવેએ જમવાનો ભાવ નક્કી કરેલો છો.

    રેલવે મિનિસ્ટ્રી આ વિષય પર અનેક વાર ટ્વીટ દ્વારા જાણકારી આપી ચૂકી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ રેલવેએ નક્કી કરેલા બ્રેકફાસ્ટ-લંચ-ડિનરના ભાવ. જો કોઇ રેલવે સાથે સંકળાયેલો કર્મચારી તેનાથી વધારે પૈસા વસૂલે છે તો તમે 139 નંબર પર કોલ કરીને તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.

    કેટલો છે વસ્તુઓનો રેટ

    - ઇકોનોમી મીલ ( 7પૂરી, બટાકાનું શાક અને અથાણું) બધા જ સ્ટેશન પર 15 રૂપિયા અને ટ્રેનમાં 20 રૂપિયામાં મળે છે.
    - કોફી બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 7 રૂપિયામાં મળે છે.
    - રેલ નીર(પાણીની બોટલ)ની 1 લીટરની બોટલ બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 15 રૂપિયામાં મળે છે.
    - જ્યારે 500mlની બોટલના 10 રૂપિયા હોય છે.
    - સ્ટાન્ડર્ડ ટી બધા જ સ્ટેશન અને ટ્રેનમાં 5 રૂપિયામાં મળે છે.
    - અને ટી બેગ સાથે મળતી ચા 7 રૂપિયામાં.
    - સ્ટાન્ડર્ડ વેજ થાળી સ્ટેશન પર 45 અને ટ્રેનમાં 50 રૂપિયામાં મળે છે. (જેમા, રાઇસ, પરોઠા, દાળ, મિસ્ક વેજ, અથાણું, અને સલાડ સામિલ છે)
    - સ્ટાન્ડર્ડ નોન વેજ થાળી સ્ટેશન પર 50 અને ટ્રેમમાં 55 રૂપિયામાં મળે છે. ( જેમા, રાઇસ, પરોઠા, દાળ, ઇંડા કરી, અથાણું, અને સલાડ સામિલ છે)
    - વેજિટેરિયન બ્રેકફાસ્ટ સ્ટેશન પર 25 અને ટ્રેનમાં 30 રૂપિયામાં મળે છે.
    - નોન વેજિટેરિયન બ્રેકફાસ્ટ સ્ટેશન પર 30 અને ટ્રેનમાં 35 રૂપિયામાં મળે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending