90 હજાર નહીં 1.10 લાખ લોકોને નોકરી આપશે રેલવે, 31 માર્ચ સુધી છે તક

આ પહેલા રલેવેમાં 90 હજાર વેકેન્સી બહાર પાડવામાં આવી હતી

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 04:09 PM
railway dept increases job vacancies in various post

યુટિલિટી ડેસ્કઃ વર્ષ 2018માં ભારતીય રેલવે 90 હજાર નહીં પરંતુ 1.10 લાખ નોકરીઓ આપવા જઇ રહ્યું છે. જેમાં હાઇસ્કૂલ ઇન્ટર બીએ દરેકને તક આપવામાં આવી રહી છે. આ પહેલા રલેવેમાં 90 હજાર વેકેન્સી બહાર પાડવામાં આવી હતી, જોકે હવે રેલવેએ વધુ 20 હજાર પોસ્ટ વધારવાનું વિચાર્યુ છે. જેના કારણે હવે કુલ વેકેન્સી 90 હજારથી વધીને 1.10 લાખ થઇ ગઇ છે. મીડિયા અહેવાલ અનુસાર, વધુમાં વધુ રોજગાર આપવાના હેતુતી રેલવેએ આ પગલું ભર્યું છે.

90 હજારના બદલે 1.10 લાખ વેકેન્સી

આ અંગે ભારતીય રેલવે તરફથી જાહેરાત આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેમાં અત્યારસુધી 90 હજાર વેકેન્સી હતી. જેને વધારીને હવે 1.10 લાખ કરી દેવામાં આવી છે. હવે વધુ 20 હજાર યુવાનોને નોકરીની તક મળશે. જણાવવામાં આવ્યું છે કે 9500 પોસ્ટ રેલવે સુરક્ષા દળોમાં થનારી છે. જ્યારે L1 અને L2 કેટેગરીમાં 10 હજાર વધુ પોસ્ટ ભરાશે. તમને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલાં રેલવે મંત્રી પીયૂષ ગોયેલે રેલવે સુરક્ષા દળમાં 9500 નવી ભરતીની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. બાદમાં ભારતીય રેલવેએ પણ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટમાં આ 9500 વેકેન્સી માટે જાણકારી આપી હતી.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

railway dept increases job vacancies in various post
railway dept increases job vacancies in various post
X
railway dept increases job vacancies in various post
railway dept increases job vacancies in various post
railway dept increases job vacancies in various post
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App