આજથી શરૂ કરો 5000 રૂપિયાનું રોકાણ, મળતી રહેશે 1.5 લાખ રૂપિયાની રેગ્યુલર ઇનકમ

7.6 ટકા વ્યાજની સાથે સરકાર લે છે તમારા પૈસાની ગેરંટી, ટેક્સ ફ્રી રહે છે તમારા પૈસા

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:29 AM
public provident fund given 7to8 percent interest rate

યુટિલિટી ડેસ્ક: જો તમે નોકરી કરી રહ્યા છો અને સેવિંગનું ઓપ્શન શોધી રહ્યા છો તો તમારા માટે રિસ્ક લેવાથી વધારે સારું રહેશે કે તમે એવી જગ્યા પર પૈસા લગાવો જ્યાં તે સેફ રહે. અને જો તમારા પૈસાની ગેરંટી સરકાર લે તો એના જેવું બેસ્ટ ઓપ્શન કોઇ નથી. આવી જ એક સ્કીમ છે જેનું નામે છે પીપીએફ (પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ). આ સ્કીમમાં જો તમે દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ 15 વર્ષ સુધી કરો છો તો તમારા પીપીએફ એકાઉંટમાં લગભગ 17 લાખ રૂપિયા જમા થશે. ત્યારબાદ જો તમે એ એકાઉન્ટમાં પૈસા જમા નથી કરતા તો પણ તમને લગભગ વાર્ષિક 1.5 લાખ રૂપિયા મળશે. વર્તમાન સમયમાં પીપીએફ પર વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.

કોણ કરી શકે છે પીપીએફમાં રોકાણ
સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર લોકોની સેલરીમાંથી પીએફ કપાય છે. આવામાં તેમને સેવિંગની સાથે ઇનકમ ટેક્સથી બચવાનો રસ્તો પણ બની જાય છે. પરંતુ જે લોકો કરિયાણા સ્ટોર ચલાવે છે અથવા અન્ય કોઇ કામ કરે છે, તેમની પાસે ઇપીએફ ઓપન કરાવવાનું કોઇ ઓપ્શન નથી. આવા લોકો કોઇપણ બેન્કમાં જઇને પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. તેના માટે તમે એમ્પ્લોયર હોવા જરૂરી નથી, પરંતુ પીપીએફ એકાઉન્ટ જોઇન્ટ એકાઉન્ટમાં ખોલી શકાતું નથી. જો કે નોકરી કરનાર પણ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે.

PPF પર કેટલું મળે છે વ્યાજ
PPF પર વર્તમાન વ્યાજ દર 7.6 ટકા છે. PPF એકાઉન્ટમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધાર પર કરવામાં આવે છે અને વર્ષના અંતે ખાતાધારકના એકાઉન્ટમાં તે જમા થઇ જાય છે. PPF પર મળતા વ્યાજની ગણતરી દર મહિનાની 5 તારીખથી લઇને અંતિમ દિવસની વચ્ચે મિનિમમ બેલેન્સના આધાર પર કરવામાં આવે છે. એટલે જ શરૂઆતી મહિનામાં રોકાણ કરવું ફાયદાકારક છે. સરકાર દર ત્રણ મહિનામાં તેની સમીક્ષા કરી તેમા બદલાવ કરતી રહે છે.

કેટલા પૈસા કરી શકાય છે જમા
PPF એકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જ્યારે વાર્ષિક 500 રૂપિયાનું રોકાણ કરી તમે એકાઉન્ટને એક્ટિવ રાખી શકો છો.

શું છે ટેક્સ બેનિફિટ?
PPFમાં જમા પૈસા EEE એટલે (એક્સજેમ્પટ-એક્સજેમ્પ્ટ-એક્સજેમ્પ્ટ) કેટેગરીમાં ટેક્સ ફ્રી હોય છે. એટલે રોકાણ કરવામાં આવેલી રકમ ટેક્સ ફ્રી આવકની શ્રેણીમાં જાય છે. તે સિવાય અહીંથી મળતું વ્યાજ અને મેચ્યોરીટી પર મળતી રકમ પણ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.

X
public provident fund given 7to8 percent interest rate
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App