આ 5 સ્ટાર હોટલમાં યોજાયું હતું પ્રિયંકાનું ગ્રાન્ડ રિસેપ્શન, દેશમાં સૌથી પ્રખ્યાત છે આ હોટલ, ખર્ચ ડિટેલ પણ આવી સામે

divyabhaskar.com

Dec 05, 2018, 11:31 AM IST
priyanka chopra nick jonas grand reception in taj palace delhi

યુટિલિટી ડેસ્ક: જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન બાદ ગઇ કાલે (4 ડિસેમ્બર) પ્રિયંકા અને નિકના લગ્નનું ગ્રાંડ રિસેપ્શન દિલ્હીની 5 સ્ટાર હોટલ તાજ પેલેસમાં યોજાયું હતું. રાત્રે 8 વાગે શરૂ થયેલા આ રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. રિસેપ્શન તાજ પેલેસના દરબાદ હોલમાં રાખવામાં આવ્યું હતું. આ પહેલા દીપિકા-રણવીરે પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઇની 5 સ્ટાર હોટલ ધ ગ્રાંડ હયાતમાં રાખ્યું હતું. તો આવો જાણીએ કેટલો થયો હશે પ્રિયંકના રિસેપ્શન વેન્યૂનો ખર્ચ. આ જાણકારી હોટલના સ્ટાફ દ્વારા મળી છે.

તાજનો સૌથી મોટો હોલ છે દરબાર
- તાજ પેલેસના સૌથી મોટા હોલમાં એક જ દરબાર હોલ છે. જે 13 હજાર 108 ફૂટમાં ફેલાયેલો છે અને તેની ગેસ્ટ એંટ્રી માટે બે પોઇન્ટ આપવામાં આવ્યા છે.
- હોટલ રેપ્રિઝેન્ટટિવએ જણાવ્યું કે, રિસેપ્શન માટે દરબાર હોલની બુકિંગ 5 હજાર રૂપિયા પ્રતિ પ્લેટથી શરૂ થાય છે. જેમા ટેક્સના પૈસા અલગથી આપવાના રહે છે.
- આ પ્રકારે જો 500 ગેસ્ટ પણ રિસેપ્શનમાં હાજરી આપે છે તો 25 લાખ રૂપિયાનો કુલ ખર્ચ આવે છે.
-હોલનું બુકિંગ સવારથી રાત માટે થાય છે પરંતુ આ પેકેજમાં માત્ર ડિનર ઓફર કરવામાં આવે છે. બ્રેકફાસ્ટ, લંચ તેમા સામેલ નથી.
- તાજ પેલેસ દિલ્હીમાં તેના સિવાય પણ 10 લક્ઝરી વેન્યૂ આ પ્રકારના પ્રોગ્રામ માટે છે. એક હજાર અને તેનાથી વધારે ગેસ્ટ માટે તેને બુક કરી શકાય છે.
- દરબાર હોલની મેક્સિમમ કેપેસિટી 1 હજાર ગેસ્ટની છે.

મળે છે ડિલીશિયસ કુઝિનનો અનુભવ
- અહીં North Indian, European, Vietnamese, Multi Cuisine સાથે જ કસ્ટમાઇઝ મેન્યૂનો ઓપ્શન પણ મળે છે. જોકે બુકિંગ બાદ જ કોઇપણ કસ્ટમરથી મેન્યૂ શેર કરી શકાય છે.

દીપિકા-રણવીરના વેન્યૂથી સસ્તું!
- દીપિકા-રણવીરે મુંબઇમાં 5 સ્ટાર સિતારા હોટલ ધ ગ્રાંડ હયાતમાં પોતાના લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. આ હોટલનો મોટો હોલ જો લગ્ન માટે બુક કરવામાં આવે તો તમારે 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.

- 30 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ હોલ મિનિમમ 700થી 800 ગેસ્ટ માટે જ બુક કરાવી શકાય છે. તે હિસાબથી અહીં 700 ગેસ્ટ પણ આવે છે તો પ્રતિ પ્લેટ ખર્ચ 6428 રૂપિયાની આસપાસનો હોય છે. જ્યારે તાજ પેલેસના દરબાર હોલમાં પ્રતિ પ્લેટ ખર્ચ 5 હજાર રૂપિયા આવે છે. જેમા ટેક્સ અલગથી પે કરવાનો રહે છે.

X
priyanka chopra nick jonas grand reception in taj palace delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી