પ્રિયંકા-નિકના લગ્ન: ભલે બુટ છુપાવવાના રિવાજમાં જીજા નિકે સાળીને 3.5 કરોડ રૂ. આપ્યા હતો અથવા 5 લાખ, પરંતુ પરિણીતિએ તેમાથી એક ભાગ આપવો પડશે અહીંયા

આ બાબતોને લઇ કાયદા હેઠળ જણાવવામાં આવી છે લોહીના સંબંધોથી જોડાયેલી આ વાત

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 11:39 AM
priyanka chopara and nick johnas marriege Ritual

યુટિલિટી ડેસ્ક: દેશી કન્યા અને વિદેશી વર એટલે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન થઇ ગયા છે. બંન્નેના લગ્ન 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીતિ-રિવાજોથી થયા હતા, ત્યારે બાદ 3 ડિસેમ્બરે હિન્દૂ ધર્મથી લગ્નની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી. લગ્નના 3 દિવસ બાદ એક રિવાજ ચર્ચામાં છે. પરિણીતી ચોપડાએ પોતાના જીજાજી એટલે નિક પાસેથી બુટ છુપાવવાના રિવાજમાં 3.5 કરોડ (5 લાખ ડોલર) માગ્યા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિકે માત્ર 5 લાખ રૂપિયા જ આપ્યા હતા.

પરિણીતીએ કર્યુ ટ્વીટ
જ્યારે બુટ છુપાવવાના રિવાજમાં 5 લાખ રૂપિયા વાળી વાત ફેલાવવા લાગી તો પરિણીતીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, જે લોકો બુટ છુપાવવામાં મળેલા પૈસા પર ચર્ચા કરી રહ્યા છે, તેમને કઇ ખબર નથી. બસ એમ જ કહી શકુ છું કે તમે લોકો ખોટા છો.હાહાહા. નિક તેનાથી વધારે ક્રેજી હતો. કોઇ શબ્દ નથી. નિકે અમને શોક્ડ કરી નાખ્યા.

નિકે પરિણીતિને બુટ છુપાવવાના રિવાજમાં કેટલા પૈસા આપ્યા, તે વિષય પર હજુ સુધી કોઇ ફિગર સામે આવ્યું નથી. તો પણ જો એવું માનવામાં આવે કે, નિકે 3.5 કરોડ આપ્યા છે, તો શું પરિણીતિને આ સંપૂર્ણ રકમ મળશે? લોકોને એવું લાગે છે કે બુટ છુપાવવાના રિવાજમાં જે પૈસા આપવામાં આવે છે તો સંપૂર્ણ રકમ તેમના હાથમાં આવતી નથી.

એક્સપર્ટે જણાવ્યું
CA કાર્તિક ગુપ્તાએ કહ્યું કે, ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 56 હેઠળ જો લગ્નના કોઇ રિવાજ દરમિયાન 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે રકમ ગિફ્ટ કરવામાં આવે છે, તો તેના પર 30% TDS ભરવું પડે છે. જો ગિફ્ટની રકમ 50 હજારથી ઓછી છે તો ટેક્સ નહીં લાગે. જો ગિફ્ટ બ્લડ રિલેશનમાં આપવામાં આવે છે તો તેના પર કોઇ ટેક્સ ચુકવવો પડતો નથી. એટલે, માતા-પિતા, ભાઇ-બહેન તરફથી મળતા પૈસા પર કોઇ TDS કપાતું નથી.

પરિણીતિને ના મળત પુરા 3.5 કરોડ રૂપિયા
- જો એવું માનવામાં આવે કે નિકે પરિણીતિને 3.5 કરોડ રૂપિયા આપ્યા છે, તો પરિણીતિને તે રકમ પર TDS ભરવો પડશે.
- 3.5 કરોડ રૂપિયા પર 30% TDS લાગશે.
- આ પ્રકારે 3.5 કરોડથી 1.15 કરોડ રૂપિયા કપાઇ જશે.
- એટલે પરિણીતિને કુલ 2.35 કરોડ રૂપિયા જ મળશે.

જો માનવામાં આવે કે 5 લાખ રૂપિયા જ મળ્યા છે, તો પણ તેણે 30% TDS ભરવો પડશે. એટલે 1.50 લાખ રૂપિયા TDS કપાઇને પરિણીતિને 3.50 લાખ રૂપિયાની રકમ મળશે.

નોધ: આ પ્રકારના ગિફ્ટ એમાઉન્ટ પર ટેક્સ સ્લેબનો ફાયદો પણ મળતો નથી. એટલે તમે વાર્ષિક કેટલું કમાવો છો, તે વાતથી કોઇ ફર્ક પડતો નથી. તમને જે પણ એમાઉન્ટ મળશે તેના પર 30% TDS ભરવો પડશે.

X
priyanka chopara and nick johnas marriege Ritual
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App