ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Price of gold may reduce due to these reasons

    ઝડપથી સસ્તું થનાર છે સોનું, આ કારણથી કિંમતોમાં થઈ શકે છે ઘટાડો

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 06:20 PM IST

    સોનું ખરીદવા જઈ રહ્યાં છો તો થોડું રોકાઈ જાવ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના નવા રિપોર્ટમાં એ બાબતની પુષ્ટિ કરી છે
    • ઝડપથી સસ્તું થનાર છે સોનું, આ કારણથી કિંમતોમાં થઈ શકે છે ઘટાડો
      ઝડપથી સસ્તું થનાર છે સોનું, આ કારણથી કિંમતોમાં થઈ શકે છે ઘટાડો

      નવી દિલ્હીઃ સોનું ખરીદવા જઈ રહ્યાં છો તો થોડું રોકાઈ જાવ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (WGC) તેના નવા રિપોર્ટમાં એ બાબતની પુષ્ટિ કરી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 2018ના પ્રથમ ત્રણ મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધી વૈશ્વિક સ્તર પર સોનાની ડિમાન્ડ ઘટીને માત્ર 973.5 ટન થઈ ગઈ છે. તે 10 વર્ષમાં અત્યાર સુધીની સૌથી ઓછી ડિમાન્ડ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પિપોર્ટના જણાવ્યા પ્રમાણે, પ્રથમ ત્રણ માસ દરમિયાન ભારતમાં સોનાની જવેલરીની ડિમાન્ડમાં 12 ટકા ભારે ઘટાડો આવ્યો છે.

      ઓછા લગ્નગાળાને કારણે ઘટી ડિમાન્ડ

      ભારતમાં જાન્યુઆરીથી માર્ચ 2018 દરમિયાન જવેલરી માટે માત્ર 87.7 ટન સોનાનો ઉપયોગ થયો છે. જયારે આ આંકડો 2017 દરમિયાન 99.2 ટન હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2018 સુધી ભારતમાં ઓછા લગ્નો થયા છે. જેના કારણે જવેલરી માટે સોનાની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. જો સરખામણી કરવામાં આવે તો ભારતમાં આ વખતે માત્ર 7 દિવસ લગ્નોના હતા. જયારે 2017ના પ્રાથમ ત્રણ માસ દરમિયાન 22 દિવસ લગ્નની સિઝન હતી.

      વૈશ્વિક બજારમાં પણ ઘટાડો

      ડબલ્યુજીસીના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જવેલરીની ડિમાન્ડ ઘટવાથી વૈશ્વિક સ્તર પર જવેલરી માટે સોનાની ડિમાન્ડમાં 1 ટકા ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તર પર આ દરમિયાન જવેલરી માટે 487.7 ટન સોનાનો વપરાશ થયો છે, જયારે 2017માં આ દરમિયાન સોનાનો વપરાશ 491.6 ટન રહી હતી.

      રોકાણ માટે સોનાની ડિમાન્ડ ઘટી

      ડબલ્યુજીસી રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તર પર રોકાણ માટે સૌનાની ડિમાન્ડમાં ઘટાડો આવ્યો છે. ભારતમાં રોકાણ માટે સોનાની ડિમાન્ડ 13 ટકા ઘટી છે. જયારે ચીનમાં તેમાં 26 ટકાનો ભારે ઘટાડો આવ્યો છે. ડબલ્યુજીસીના જણાવ્યા પ્રમાણે એકસચેન્જ ટ્રેડિડ ફન્ડ દ્વારા સોનામાં રોકાણમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 66 ટકાનો ભારે ઘટાડો આવ્યો છે. જયારે સોનાની છડો અને સિક્કાની ડિમાન્ડમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે.

      ઝડપથી સસ્તું થઈ શકે છે સોનું

      ડબલ્યુજીસીનો રિપોર્ટ જોઈને એક્સપર્ટસનું મનવું છે કે આ રિપોર્ટ સોનાના ભાવ માટે નેગેટિવ છે. કેડિયા કમોડિટીના નિર્દેશક અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે, આવનારા દિવસોમાં સોનાના ભાવ પર દબાણ જોવા મળી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1260-1380 ડોલર પ્રતિ અંસની વચ્ચે રહી શકે છે. હાલ વૈશ્વિક બજારમાં સોનના ભાવ 1305 ડોલરની નજીક છે. વિદેશી બજારમાં ભાવ ઘટવાના કારણે ઘરેલું માર્કેટમાં સોનાની કિંમત ઘટી શકે છે. જોકે ઘરેલું સ્તરના ભાવ રૂપિયાની ચાલ પર નિર્ભર કરશે.

      કેન્દ્રીય બેન્કોએ વધારી સોનાની ખરીદી

      ડબલ્યુજીસી રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તર પર કેન્દ્રીય બેન્કોની સોનાની ખરીદીમાં 42 ટકાનો વધારો થયો છો. આ દરમિયાન વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કોએ કુલ મેળવીને 116.5 ટન સોનું ખરીદયું છે. જયારે 2017માં આ ગાળામાં માત્ર 82.2 ટન સોનાની ખરીદી થઈ હતી. જયારે રશિયા, તુર્કી અને કજાકિસ્તાની કેન્દ્રીય બેન્કોએ સૌથી વધુ સોનાની ખરીદી કરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Price of gold may reduce due to these reasons
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top