એપ્રિલથી શરૂ થઈ રહી છે પોસ્ટ ઓફિસની બેન્ક, 4%ની જગ્યાએ 5.5% મળશે વ્યાજ

નવી શરૂ થશે પોસ્ટ ઓફિસની બેન્ક, 4%ની જગ્યાએ 5.5% મળશે વ્યાજ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 07:45 PM
Post office will start post payments bank

યુટિલિટી ડેસ્કઃ નવું ફાઈનાન્શિયલ વર્ષ શરૂ થવાને કારણે એપ્રિલથી ઘણી ચીજો બદલાવવા જઈ રહી છે. તે પૈકીની એક પોસ્ટ ઓફિસ છે. આ અંતર્ગત દેશની તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક બની જશે. એટલે કે અહીં તમને પોસ્ટ ઓફિસની રૂટિન સુવિધા સિવાય બેન્કિંગની સુવિધા પણ મળશે. તેનું નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક હશે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં તમને પોસ્ટ ઓફિસની સામાન્ય બચત સ્કીમ કરતા 1.5 ટકા વધુ વ્યાજ મળશે.

દેશની ત્રીજી પેમેન્ટ બેન્ક હશે ઈન્ડિયા પોસ્ટ

ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટસ બેન્ક એરટેલ અને પેટીએમ બાદ ત્રીજી આવી પેમેન્ટ બેન્ક હશે. તે એપ્રિલથી સમગ્ર દેશમા કામ કરવાનું શરૂ કરશે. આ બેન્કની સેવાઓ દેશની તમામ 1.55 લાખ પોસ્ટઓફિસમાં લઈ શકાશે.

આગળની સ્લાઈડમાં વાંચો, પોસ્ટ ઓફિસથી 1.5 ટકા વ્યાજ...

Post office will start post payments bank

પોસ્ટ ઓફિસથી 1.5 ટકા વ્યાજ

 

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કમાં ત્રણ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ હશે-રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ 'સફલ', બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ(BSBDA) 'સુગમ'  અને BSBDA સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ 'સરલ'. આ તમામ માટે વ્યાજ દર 5.5 ટકા રહેશે, જે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજથી 1.5 ટકા વધુ છે. પોસ્ટ ઓફિસ હાલ 4 ટકા વ્યાજ આપી રહી છે.

 

ડિજિટલ પેમેન્ટ અને ડોમેસ્ટિક રેમિટેન્સ સર્વિસિસ

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવશે. સાથે જે ડોમેસ્ટિક રેમિટેન્સ ઓફરિંગ દ્વારા ફન્ડ ટ્રાન્સફરનો રસ્તો અને સુરક્ષિત માધ્યમ પણ આપશે. આ બેન્કના કસ્ટમર NEFT, IMPS, AEPS, UPI અને *99# અંતર્ગત ડોમેસ્ટિક રેમિટેન્સના વિવિધ મોડસની સુવિધાનો પણ લાભ લઈ શકશે. આ સિવાય કરન્ટ એકાઉન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવશે. આ અંતર્ગત ઈન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, પેન્શન, ક્રેડિટ પ્રોડકટસ, ફોરેકસ વગેરેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

 

આગળની સ્લાઈડમાં વાંચો, ડોરસ્ટેપ બેન્કિંગ

Post office will start post payments bank

ડોરસ્ટેપ બેન્કિંગ

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક ગ્રાહકોને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા પણ આપશે. આ અંતર્ગત ઓન બોડિંગ, કેશ બેઝડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન, નોન-કેશ બેઝડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન્સ, નોન કેશ બેઝડ નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેકશન્સ સામેલ છે. જોકે તેના માટે થોડા ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના દરેક પ્રકારના ચાર્જની જાણકારી તમને 
https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/IPPBScheduleofCharges.pdf પર મળશે. 

 

ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર

 

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કની સ્થાપનાની પાછળ સરકારનો એક હેતુ વિવિધ સબસિડીના ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરને સારો બનાવવાનો છે. આ અંતર્ગત પેમેન્ટસ બેન્ક એક સુદઢ ટેકનોલોજી વાળું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે. તેની માહિતી https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/CentrefoldBrochure.pdf પર છે.

X
Post office will start post payments bank
Post office will start post payments bank
Post office will start post payments bank
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App