ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» પોસ્ટ ઓફિસ તરફથી મળશે 1 કરોડની ગેરેન્ટી|Post office savings plans can make people a millionaire

    પોસ્ટ ઓફિસ તરફથી મળશે 1 કરોડની ગેરેન્ટી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ

    divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 01:36 PM IST

    પોસ્ટ ઓફિસની આ બચત યોજના લોકોને કરોડપતિ બનાવી શકે છે
    • પોસ્ટ ઓફિસ તરફથી મળશે 1 કરોડની ગેરેન્ટી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ
      પોસ્ટ ઓફિસ તરફથી મળશે 1 કરોડની ગેરેન્ટી, 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ

      નવી દિલ્હી: હાલમાં પણ મોટાભાગના લોકો શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડથી દૂર રહેવા માંગે છે, જોકે તેમની એવી પણ ઇચ્છા હોય છેકે તેમની બચન ખુબજ ઝડપથી વધે. તો હવે આ મોકો પોસ્ટ ઓફિસ આપી રહી છે. પોસ્ટ ઓફિસની આ બચત યોજના લોકોને કરોડપતિ બનાવી શકે છે. સાથે જ આ યોજના ઇનકમ ટેક્સ બચાવવામાં પણ મદદરૂપ રહે છે.

      કઇ છે આ બચત યોજના

      પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ (PPF) પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે જે લોકોની થોડી થોડી બચતને મોટી બનાવી દે છે. આ એકાઉન્ટમાં જમા થતા પૈસા પર સારા વ્યાજની સાથે અન્ય બે લાભ પણ મળે છે. જેમા એક છે ઇનકમ ટેક્સની બચત અને બીજો લાભ જ્યારે પૈસા મળે છે ત્યારે તે સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. જો કોઇ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી એક કરોડ રૂપિયા સુધીનો ફંડ જમા કરી લે છે તો તેમને મેચ્યોરિટી વાળા વર્ષમાં કોઇપણ ટેક્સ આપવાની જરૂર નહી પડે.


      કેવી રીતે તૈયાર થશે એક કરોડનો ફંડ

      PPF યોજનામાં હાલમાં 7.6 ટકા વ્યાજ મળે છે. આ યોજના 15 વર્ષ સુધીની હોય છે, જેને વચ્ચેથી બંધ નથી કરી શકાતી. જેમા મહત્તમ 12500 રૂપિયા જમા કરાવીને દર વર્ષે 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચે છે. પણ જો આ યોજનામાં દર મહિને 7500 રૂપિયા જમા કરાવવામાં આવે તો 30 વર્ષમાં 1 કરોડ રૂપિયાનો ટેક્સ ફ્રી ફંડ તૈયાર થઇ જશે.


      PPFમાં રોકાણની રણનીતિ પર એક નજર

      - 7500 રૂપિયાથી શરૂ કરો રોકાણ
      - અત્યારે મળે છે 7.5 ટકા વ્યાજ
      - 30 વર્ષ સુધી કરો દર મહિને રોકાણ
      - તૈયાર થઇ જશે 1 કરોડ રૂપિયાનો ફંડ


      કેવી રીતે થશે 30 વર્ષ સુધી ઇન્વેસ્ટમેંટ

      PPF આમ તો 15 વર્ષની સ્કીમ છે, જોકે તેને 15 વર્ષ પૂર્ણ થયા બાદ 5-5 વર્ષ માટે વધારી શકાય છે. તો આ પ્રકારે જો આ સ્કીમને 30 વર્ષ સુધી વધારવા માંગો છો તો ત્રણવાર 5-5 વર્ષ વધારવાના રહેશે. તો આ સ્કીમ વધારે પડતા લોકો માટે રિટાયરમેન્ટ સમયે 1 કરોડ રૂપિયા સુધીનો ફંડ તૈયાર કરી આપશે.


      વધારે રોકાણથી કેટલો તૈયાર થશે ફંડ

      આ યોજનામાં વધારેમાં વધારે 1 વર્ષમાં 1.5 લાખ અથવા મહિનામાં 12500 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો આ પ્રકારે રોકાણ કરવામાં આવે તો 15 વર્ષમાં 42.48 લાખ રૂપિયાનું ફંડ જમા જશે. તો 20 વર્ષમાં 70.66 લાખ અને 1.11 કરોડનું ફંડ તૈયાર થઇ જશે. પણ જો તમે આ રોકાણ 30 વર્ષ સુધી કરો છો તો 30 વર્ષ બાદ તમારું 1.71 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોસ્ટ ઓફિસ તરફથી મળશે 1 કરોડની ગેરેન્ટી|Post office savings plans can make people a millionaire
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `