તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, સેવિંગ એકાઉન્ટ કરતા ડબલ મળશે રિટર્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ જો આજના સમયમાં 50 હજારથી 1 લાખ રૂપિયા મંથલી સેલેરી છે તો વધુ બચત શક્ય નથી થઈ શકતી. નોકરિયાત લોકોમાં ઘણા એવા લોકો છે, જેની મંથલી બચત 2, 3 અને 5 હજાર રૂપિયા સુધી જ થઈ શકે છે. એવાં ઘણા લોકો આ બચતને બેન્કના સેવિંગ એકાઉન્ટમાં રાખે છે અથવા આ પ્રકારની કોઈ અન્ય સ્કીમનો ઓપ્શન પસંદ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી સ્કીમ છે, જેના માધ્યમથી તમે તમારા બચતના રૂપિયા પર વધુ ફાયદો મેળવી શકો છો. એ પણ ખૂબ સુરક્ષિત છે.

 

વાસ્તવમાં જ્યારે બચત ઓછી હોય છે તો તેને એવી જગ્યાએ પણ રોકાણ નથી કરી શકતા, જે બજારના જોખમમાં આવતી હોય. એવામાં તમારા બચત એકાઉન્ટના રૂપિયા પર વધુ રિટર્ન મેળવવાની એક રીત અમે તમને જણાવી રહ્યા છીએ. તેના માટે તમે પોસ્ટ ઓફિસની એક સ્મોલ સેવિંગ સ્કીમની પસંદગી કરી શકો છો, જ્યાં બચત એકાઉન્ટની જગ્યાએ રૂપિયા નાખીને તમે એ રૂપિયા પર સારું રિટર્ન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે તમે આ સ્કીમમાં 10 રૂપિયા મંથલીથી પણ રોકાણ કરી શકો છો.

 

આગળ જાણો, શું છે આ સ્કીમ, કેવી રીતે મેળવી શકશો વધુ ફાયદો...

અન્ય સમાચારો પણ છે...