ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ|Post office new scheme For Better Interest rate

  બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ, જાણો ફાયદા

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 06:15 PM IST

  પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે ખુબજ ફાયદાકારક અને મદદરૂપ રહેશે
  • બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ, જાણો ફાયદા
   બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ, જાણો ફાયદા

   નવી દિલ્હી: ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં તદ્દન અમેઝિંગ સ્કીમ્સ છે. હાલમાં સેવિંગ એકાઉન્ટથી લઇને એફડી સુધીની તમામ સ્કીમ પર સારુ રિટર્ન મળી રહ્યું છે. પણ જો તમે કોઇ એવા રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો જ્યાં તમને નિયમિત માસિક આવક મળતી રહે તો પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે ખુબજ ફાયદાકારક અને મદદરૂપ રહેશે. તો આજે અમે આપને તે સ્કીમ વિશે વિસ્તારમાં જાણકારી આપી રહ્યા છે.

   પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ એકાઉન્ટ (એમઆઇએસ): નિયમિત આવક મળતી રહે તે માટેના રોકાણના વિકલ્પની શોધમાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે બેસ્ટ રહેશે. સ્કીમનો લાભ ઉઠાવવા માટે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવાનું રહેશે. આ સ્કીમમાં 7.3 ટકા વ્યાજદર આપવામાં આવે છે.

   એમઆઇએસ વિશે:

   આ ખાતાને કોઇપણ વ્યક્તિ ખોલી શકે છે.
   આ ખાતાને કેસ અથવા ચેક દ્વારા ખોલાવી શકાય છે.
   આ ખાતામાં નોમિનેશનની સુવિધા પણ ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે.
   ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસ પર ટ્રાંસફર પણ કરી શકાય છે.
   કોઇપણ વ્યક્તિ આ રીત પ્રમાણે પોતાની ઇચ્છા મુજબ કેટલાય ખાતા ખોલી શકે છે, જોકે તેમા મહત્તમ રોકાણની મર્યાદા હોય છે.
   એક અથવા બે લોકો મળીને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકે છે.
   સિંગલ એકાઉન્ટને પણ જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાંસફર કરી શકાય છે.
   આ ખાતામાં મૈચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે.
   એક વર્ષ વિતી ગયા બાદ પણ અમૂક રકમ ઉપાડી શકાય છે.
   આ ખાતાની શરૂઆત મિનિમમ 1500 રૂપિયાના રોકાણથી થઇ શકે છે.
   એક વ્યક્તિ ખાતામાં 4.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે, તો બીજી તરફ જોઇન્ટ એકાઉન્ટમાં રકમ 9 લાખ રૂપિયા સુધીની વધી જાય છે.

   આ રીતે થાય છે મહિનાની આવક

   પોસ્ટ ઓફિસમાં વર્ષે 7.3 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે, તે સિવાય વ્યાજને 12 મહિનામાં વહેંચી દેવામાં આવે છે, તે ખાતેદારને મહિનાના આધારે મળતું રહે છે, માની લો કે કોઇ વ્યક્તિએ 4.5 લાખ રૂપિયા જમા કરાવે તો તેને મળતું વર્ષિક વ્યાજ 32850 (450000x7.3/100=32,850) થશે. એટલે કે દર મહિને 2737.5 ખાલી વ્યાજરૂપે મળશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બેન્ક FDની ટક્કરમાં પોસ્ટ ઓફિસ લાવી નવી સ્કીમ|Post office new scheme For Better Interest rate
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `