ગેસ સિલેન્ડરમાં જો લાગે આગ તો આ 3 ટિપ્સથી ગણતરીની સેકન્ડમાં કરી શકો છો તેને શાંત

સિલેન્ડરમાં આગ લાગવાની દુર્ઘટનાને સરળતાથી રોકી શકાય છે

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 05:12 PM
Police have shared the video to calm the fire

યુટિલિટી ડેસ્ક: સિલેન્ડરમાં આગ લાગતા અથવા ફાટવાથી દુર્ઘટના ઘટી શકે છે. આ પ્રકારના ન્યુઝ ઘણીવાર સાંભળવા મળે છે. જોકે, સિલેન્ડરમાં આગ લાગવાની દુર્ઘટનાને સરળતાથી રોકી શકાય છે. ઘણીવાર સિલેન્ડરમાં આગ લાગવાથી લોકો ગભરાઇ જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે. જ્યારે સિલેન્ડરની આગને ગણતરીની સેકંડોમાં શાંત કરી શકાય છે.

સિલેન્ડરમાં અહીં લાગે છે આગ
- સિલેન્ડરમાં આગ એ જ જગ્યા પર લાગે છે જ્યાં LPG ગેસ લિકેજ થઇ રહ્યો હોય. એટલે આગ સિલેન્ડરના Knob અથવા પાઇપ લીક થવાની જગ્યા પર જ લાગશે.
- LPGની ખાસ વાત એ છે કે રિવર્સમાં આગ નથી પકડતી, એટલે ગેસ જે ડાયરેક્શનમાં નિકળી રહ્યો છે આગ પણ તે જ ડાયરેક્શનમાં લાગશે.
-સાથે જ, ગેર જે ભાગમાં ફેલાય છે તે ભાગમાં આગ લાગતી જાય છે.

પોલિસ પણ શેર કરી ચુકી છે આગને શાંત કરવાના વીડિયો
-છેલ્લા દિવસોમાં વોટ્સએપ પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમા પોલિસકર્મી મુસ્લિમ મહિલાઓને ગેસ સિલેન્ડરમાં લાગતી આગથી બચવાની ટિપ્સ આપી રહ્યા હતા.
-સૌથી પહેલા સિલેન્ડરની નોબને ઓપન કરે છે, જેમાથી ગેસ નિકળતો હોય. પછી માચિસથી તેમા આગ લાગાવાય છે.
-ત્યારબાદ આગને બે રીતથી શાંત કરીને બતાવે છે, પહેલી રીતમાં તે ગેસ સિલેન્ડર પર પ્લાસ્ટિકની ડોલ ફંસાવીને આગને શાંત કરે છે. ત્યારે બાદ નોબ બંધ કરી દે છે.
-બીજી રીતમાં તે નોબ પર આંગળી લગાવી દે છે અને આગને શાંત કરે છે, ત્યારબાદ નોબને બંધ કરી દે છે.
-તે સિવાય તેમણે એ પણ જણાવ્યું કે, સિલેન્ડરની ઉપર ભીનો ધાબળો અથવા બેડ સીટ લપેટી દેવાથી પણ આગ શાંત થઇ જાય છે.

X
Police have shared the video to calm the fire
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App