પર્સનલ લોન પર દર મહિને ઘટશે વ્યાજદર, SBIની નવી સ્કીમથી મળશે ફાયદો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તમારા માટે બેસ્ટ ઓફર લાવી છે. SBIની આ ઓફરમાં પર્સનલ લોનનું ઇફેક્ટિવ વ્યાજદર દર મહિને ઓછુ થતું જશે. જેનાથી ઇંટરેસ્ટના ફ્રન્ટ પર ખાતેદારને સારો ફાયદો થઇ શકે છે. વ્યાજના ફ્રન્ટ પર તમને કેટલી બચત થશે તે તમે કેટલી પર્સનલ લોન લઇ રહ્યા છો તેના પર નિર્ભર કરે છે. 

 

મંથલી રિડયૂશિંગ બેલેંસ પર ગણાશે ઇન્ટટેસ્ટ

 

SBIએ આપેલી જાણકારી અનુસાર, પર્સનલ લોનનું વ્યાજદર ડેલી/મંથલી રિડયૂશિ બેલેન્સ પદ્ધતિથી ગણતરી કરશે. એટલે કે, તમારી બચેલી પર્સનલ લોનની રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવશે. જેનાથી તમારી દરેક ઇએમઆઇ અથવા રિપેમેંટની સાથે વ્યાજદર પણ ઓછુ થતું થશે. અને તમારી પર્સનલ લોન પર ઇફેક્ટિવ વ્યાજ ઓછુ આવશે. 

 

વાર્ષિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથડથી થાય છે તમારું નુકસાન

 

એસબીઆઇ અનુસાર, વાર્ષિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડમાં વર્ષની શરૂઆતમાં તમારી પર્સનલ લોન પર વ્યાજને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. જેના કારણે આવનાર એક વર્ષમાં તમે જે ઇએમઆઇ અથવા રિપેમેંટ કરો છો, તેમા પણ તમારે ઇન્ટરેસ્ટની ચૂકવણી કરવાની રહેશે. આ રીત પ્રમાણે તમારું ઇફેક્ટિવ વ્યાજ એક વર્ષ બાદ જ ઓછું થાય છે. 

 

પર્સનલ લોન આપતા પહેલા બેન્ક પૂછે છે આ સવાલ

 

તમે પર્સનલ લોન લેતા પહેલા બેન્ક પાસે વ્યાજ દર કેટલું લેવામાં આવશે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તેની જાણકારી લઇ લેવી જોઇએ. ડેલી મંથલી રિડ્યૂશિંગ બેલેન્સ મેથડથી કે પછી વાર્ષિક રિડ્યૂશિંગ બેલેન્સથી. જો બેન્ક ડેલી/મંથલી રિડ્યૂશિંગ બેલેન્સ મેથડ પર વ્યાજની ગણતરી કરે છે ત્યારે જ તમારે બેન્ક પાસેથી પર્સનલ લોન લેવી જોઇએ. આનાથી તમારે પર્સનલ લોન પર ઇફેક્ટિવ વ્યાજ ઓછું આવશે. 

 

તમારી પ્રોફાઇલથી નક્કી થાય છે પર્સનલ લોનનું વ્યાજદર 

 

સામાન્ય રીતે બેન્ક વર્ષે 10 ટકાથી 18 ટકા સુધી વ્યાજદર પર પર્સનલ લોન આપે છે. પર્સનલ લોનનું વ્યાજદર તમારી ઇનકમ પ્રોફાઇલના આધાર પર નક્કી થાય છે. તમે કઇ કંપનીમાં નોકરી કરો છો. તમારી મંથલી સેલરી કેટલી છે. તે સિવાય તમારું સેલરી એકાઉંટ જે બેન્કમાં છે ત્યાંથી જો તમે લોન માટે એપ્લાય કરો છો તો બેન્ક તમને ઓછા વ્યાજદર પર પર્સનલ લોન આપી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...