Home » National News » Utility » Paytm launched app for Mutual Fund Investments know about process

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું આ છે નવું ઓપ્શન, 100 રૂપિયાથી કરી શકો છો શરૂઆત, 7 સ્ટેપમાં જાણો કેવી રીતે કરશો રોકાણ

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 01:51 PM

પેટીએમએ લોન્ચ કરી Paytm Money એપ, જાણો 10 ખાસ વાતો

 • Paytm launched app for Mutual Fund Investments know about process

  યુટિલિટી ડેસ્કઃ Mutual Fund ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથની વિશાળ સંભાવનાઓને જોઇને Paytmએ મંગળવારે(4 સપ્ટેમ્બરે) Paytm Money એપ લોન્ચ કરી છે. પેટીએમને આશા છે કે 2023 સુધીમાં Mutual Fundના રોકાણકારોની સંખ્યા 2 કરોડથી વધીને 5 કરોડ રૂપિયા થઇ જશે. Paytmના નિવેદન અનુસાર Paytm Money રોકાણ અને વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ સેવાઓને સારી બનાવવામાં ફોકસ કરશે.

  Paytmના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્માએ કહ્યું, Paytm Money સાથે અમે લાખો ભારતીયોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ. અમે આગામી 5 વર્ષમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યાને 5 કરોડ લોકો સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છીએ અને આશા રાખીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીમાં નવા રોકાણકારો માટે Paytm Money સાથીની ભૂમિકા નિભાવશે.

  સાત સ્ટેપમાં જાણો કેવી રીતે કરશો રોકાણ

  1) સૌથી પહેલા Paytm Money એપને ઓપન કરો. હોમ સ્ક્રીન પર તમને મ્યુચ્યુઅલ ફંડ્સની અલગ-અલગ શ્રેણીનું આખું લિસ્ટ જોવા મળશે. જેમાં ઇક્વિટી, ડેટ, બેલેન્સ્ડ જેવી શ્રેણી હશે. અહીં તમને ફંડ મેનેજર્સ, ટોપ રેટેડ ફંડ્સ અને બાય મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસિસનો વિકલ્પ પણ મળશે.

  2) જે પણ કેટેગરીમાં તમે રોકાણ કરવા માગો છો, તેના પર ક્લિક કરીને સંપૂર્ણ ડિટેઇલ હાંસલ કરો. ત્યારબાદ તમારે Invest ટેબ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે નવી વિન્ડો ઓપન થશે.

  3) નવી વિન્ડોમાં તમે ટોપ રેટિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ આઇડિયા, ફંડ મેનેજર્સ અને એએમસી જેવા વિકલ્પ મળશે. અહીં તમે સર્સ કરીને કોઇપણ ફંડ મેનેજર અથવા સ્કીમને શોધી શકો છો.

  4) ત્યારબાદ તમારી સામે સંબંધિત ફંડ્સનું આખું લિસ્ટ ખુલશે. અહીં તમે જે ફંડમાં રોકાણ કરવા માગો છો, તેના પર ટેપ કરો. તેના પર ટેપ કરતા જ તમને એ ફંડ અંગે તમને દરેક જાણકારી મળી જશે. તેમાં તેનું પ્રદર્શન, ફંડ મેનેજર્સ અને એક્સપેન્સ રેશિયો સહિતની માહિતી મળશે.

  5) ફંડ અંગે જરૂરી જાણકારી હાંસલ કર્યા બાદ તમારે Invest Now પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ SIP થકી રોકાણ શરૂ કરી શકો છો. અહીં તમે અમુક સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો.

  6) ત્યારબાદ દર મહિને જે તારીખે તમારી એસઆઇપી કપાવી જોઇએ, તેને પસંદ કરવાની રહેશે. આ એપ પર તમને એખ સાથે મોટી રકમનું રોકાણ કરવાની તક પણ મળે છે.

  7) હવે તમારે Proceed to payment પર ટેપ કરવું પડશે. અહીં ટેપ કર્યા બાદ તમે નેટબેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ઓટો પે થકી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કરતા જ તમને ફંડના સ્ટેટસની અને અન્ય જાણકારી મળશે. ત્યારબાદ જ્યારે પણ તમે તમારા ફંડનું પ્રદર્શન જોવા માગો છો, તો એ માટે તમારે My Portfolio ઓપ્શન ક્લિક કરવાનું રહેશે.

  Paytm Money App સાથે જોડાયેલી 10 ખાસ વાતો

  - Paytm Money એન્ડ્રોઇડના પ્લેસ્ટોર અને આઇઓસના એપ સ્ટોરમાં 4 સપ્ટેમ્બર 2018થી ડાઉનલોડ કરી શકાય છે. Paytmએ એક નિવેદનમાં જણાવ્યું છેકે અત્યારે 2500 લોકો એક્સેસ કરી શકશે, જેને આગામી સપ્તાહમાં 1 લાખ સુધી વધારવામાં આવશે.
  - કંપનીએ જણાવ્યું કે Paytm Money માટે 8.50 લોકોએ લોન્ચ થતાં પહેલા રજિસ્ટર કરાવ્યું છે અને તેમાંથી 96 ટકા રજિસ્ટ્રેશન મોબાઇલ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યું છે. 65 ટકાથી વધારે રજિસ્ટ્રેશન નૉન ટોપ 15 શહેરોમાંથી છે.
  - Paytmએ કહ્યું કે યૂઝર્સે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી પર એક્સેસ અંગે જણાવવામાં આવશે. Paytm Money યૂઝર્સ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સંપૂર્ણ ડિજિટલ KYC પ્રોસેસ રાખશે.
  - Paytm Moneyએ 25 AMCs(એસેટ મેનેજમેન્ટ કંપનીઓ) સાથે ભાગીદારી કરી છે. 90 ઇન્ડસ્ટ્રી AUM(પ્રબંધન હેઠળ સંપત્તિ)ને કવર કરે છે, જેથી મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ સ્કીમ મળી શકે જે ઝીરો ડિસ્ટ્રીબ્યુશન ફી અથા ઝીરો કમીશનના કારમે લો એક્સપેન્સ રેશિયો સાથે આવે છે.
  - Paytm Money યુઝર્સ અમુક સ્કીમમાં 100 રૂપિયા સાથે એકસાથે અથવા SIPના માધ્યમથી રોકાણ કરી શકે છે.
  - Paytm Moneyએ મોર્નિંગસ્ટાર, ક્રિસિલ અને વેલ્યૂ રિસર્ચ જેવી ટોપ રેટિંગ સર્વિસ સાથે ભાગીદારી કરી છે, જેથી રોકાણનો નિર્ણય લેવામાં સરળતા રહે. એવું જણાવવામાં આવ્યું છે કે આ સેવાઓ યૂઝર્સ માટે સંપૂર્ણપણે ફ્રી હશે.
  - નાના શહેરો સુધી પહોંચવા માટે Paytm Money ઓટો પે, ઇ-મેન્ડેટ્સ, ફિઝિકલ મેન્ડેટ્સ અને નેટબેન્કિંગ થકી 190થી વધારે બેન્કોને સપોર્ટ કરે છે.
  - Paytm Moneyમાં તમે લાર્જ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ, બેલેન્સ્ડ, ટેક્સ સેવિંગ, ડેબ્ટ, લિક્વિડ ફંડ જેવા અનેક પ્રકારના ફંડ ખરીદી અને વેચી શકશો.
  - Paytm Money થકી તમે રિટર્ન પણ કેલક્યુલેટ કરી શકો છો.
  - Paytm Money વન97 કોમ્યુનિકેશન લિમિટેડની ચોથી કન્ઝ્યુમર બ્રાન્ડ છે અને તેની મેઇન ઓફિસ બેંગાલુરુમાં છે. આ ટીમમાં 100થી વધારે લોકો છે અને પ્રવીણ જાદવ તેના ઓલ ટાઇમ ડિરેક્ટર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ