તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રત સમયે ગંગા કિનારે ગેંગરેપની ઘટના: મહિલા આપતી રહી ગંગા માતાની સોગંધ, બુમો પાડી, પગે પડી, પરંતુ હવસખોરોને ના પડ્યો કોઇ ફર્ક, ઇજ્જત લૂંટી વીડિયો બનાવ્યો, એક્સપર્ટ બોલ્યા- હવે આ જ વીડિયો પહોચાડશે જેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: પટનાના મોકામામાં ગંગા ઘાટ પર સ્નાન કરી રહેલી મહિલા પર ગેંગરેપની ઘટના ઘટી હતી. રેપની સાથે મહિલાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. રેપ સમયે મહિલા હવસખોરોને ગંગા માતાની સોગંધ આપતી રહી. બુમો પાડતી રહી. પગે પડતી રહી પરંતુ હવસખોરો કોઇ ફર્ક ના પડ્યો. ત્યારબાદ આરોપીઓએ વીડિયોને વાયરલ કરી દીધો. 

 

વીડિયોમાં મહિલા બોલી રહી છે કે, 'ગંગા માતાની સોગંધ છે ભાઇ, બચાવી લો ભાઇ, ઉપવાસ પર છું ભાઇ, હે ગંગા માતા, બચાવી લો. ઘટનાના બે આરોપી, શિવપૂજન મહતો અને વિકાસની ધરપકડ કરી લેવામાં આવી. શિવપૂજન બસ ડ્રાઇવર છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સીનિયર એડવોકેટ સંજય મહેરાએ જણાવ્યું કે ગેંગરેપનો મામલો છે અને આમા આઇપીસીની ધારા 376 હેઠળ આરોપીઓ પર કાર્યવાહી થશે. વાયરલ વીડિયો કોર્ટમાં મોટું પ્રૂફ બનશે. ઇલેક્ટ્રોનિક પુરાવા હેઠળ આને જાહેર કરવામાં આવશે. આને બનાવનારનું પણ સ્ટેટમેંટ લેવું પડશે. જેથી આરોપીને ઝડપથી સજા મળી શકે. 

 

કેટલી થઇ શકે છે સજા
- ગેંગરેપ માટે આઇપીસીની ધારા 376 ડી હેઠળ સજા સંભળાવવામાં આવે છે. આમા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધારેમાં વધારે આજીવન માટે જેલ થઇ શકે છે. 
- ગુનાની ગંભીરતાને જોતા દોષીઓને આજીવન કેદ સુધીની સજા સંભળાવવામાં આવી શકે છે. 
- મહિલા સાથે રેપનો જે વીડિયો વાયરલ થયો છે, તે જ આ મામલામાં સૌથી મોટું સબૂત છે. 
- જોકે કોર્ટમાં વીડિયોની અસલી છે કે નહીં તેની ચેકિંગ થાય છે. તેને શૂટ કરનારનું સ્ટેટમેંટ જરૂરી છે. પીડિતાની સાથે જ સાક્ષીનું નિવેદન હોય છે. 

 

વીડિયો વાયરલ કરનારને થઇ શકે છે આટલી સજા
- ઇન્ટરનેટ દ્વારા જાતીય, જાતીય કૃત્યો અને નગ્નતા પર આધારિત સામગ્રીને ઇલેક્ટ્રોનિક રીતે જાહેર કરવા, કોઇને મોકલવા અથવા કોઇ અન્ય દ્વારા જાહેર કરાવવા અથવા મોકલાવવા પર પોર્નોગ્રાફી પ્રતિબંધ કાયદો લાગુ થાય છે. 
- જે લોકો અન્યબના નગ્ન અથવા અશ્લીલ વીડિયો તૈયાર કરે છે અને તેને ફેલાવે છે તે આ કાયદાના અંડરમાં આવે છે. 
- પોર્નોગ્રાફી જાહેર કરવી અને ઇલેક્ટ્રોનિક રીતે અન્ય સુધી પહોચાડવી ગેરકાનૂની છે. ત્યારે તેને જોવું, વાંચવુ અથવા સાંભળવું ગેરકાનૂની નથી. 
- આ હેઠળ આવનાર કેસમાં આઇટી કાયદો 2008ની ધારા 67 (A),આઇપીસીની ધારા, 292, 293, 294, 500, 506 અને 509 હેઠળ સજાની જોગવાઇ છે. 
- ગુનાની ગંભીરતાના હિસાબથી પહેલી ભૂલ પર 5 વર્ષ સુધી જેલ અથવા 10 લાખ રૂપિયા સુધી ફાઇન લગાવવામાં આવે છે. જ્યારે ફરી એવું કરવા પર 7 વર્ષ સુધીની સજા થઇ શકે છે. 

અન્ય સમાચારો પણ છે...