તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંજલિએ ફરીથી લોન્ચ કરી kimbho APP,વોટ્સએપને આપશે ટક્કર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે એકવાર ફરી પોતાની દેશી મેસેજિંગ એપ કિમ્ભોને લોન્ચ કરી છે. વોટ્સએપને ટક્કર આપવા માટે સ્વાતંત્ર્યતા દિવસના ખાસ અવસરે આને ગૂગલ પ્લે સ્ટૉરમાં લોંચ કરવામાં આવી. જો કે તેનું ઓફિસિયલ લોન્ચિંગ 27 ઓગસ્ટે થશે. 

 

પહેલા મેમાં થઇ હતી લોન્ચ 

રામદેવની આ એપ વોટ્સએપને ટક્કર આપવા લોન્ચ થઇ હતી. કિમ્ભો શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ સંવાદ છે. આ વોટ્સએપની જેમ કામ કરે છે. એપ ડાઉનલોડ કરનારને પતંજલિની પ્રોડ્ક્ટ્સ પર 10 ટકાની છૂટનો લાભ પણ આપવામાં આવશે. 


આનાથી થશે ટક્કર 

* પતંજલિની સીધી ટક્કર ઇમો અને વોટ્સએપ સાથે થશે. kimbho એપ ગૂગલ પ્લે-સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. 

* kimbho એપમાં વોટ્સએપની જેમ વીડિયો કોલિંગ કરી શકાય છે. તે સિવાય આ એપના યુઝર્સ રિયલ ટાઇમમાં ટેક્સ્ટ મેસેજ, વીડિયો, ફોટૉ અને ઓડિયો ક્લિપ મિત્રો સાથે શેર કરી શકાશે. આ એપમાં લોકેશન શેરિંગનું પણ ફીચર છે. એપને લઇને દાવો કરવામાં આવ્યો છે કે આ એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને આમા એડ દેખાડવામાં નહીં આવે. 

* ગૂગલ પ્લે-સ્ટોર પર કિમ્ભો એપના ડેવલોપરનું એડ્રેસ પણ પતંજલિ આયુર્વેદ લિમિટેડ, ડિપાર્ટમેંટ ઇ-કોમર્સ, D-28 ઇન્ડસ્ટ્રિયલ એરિયા, નિયર ઇનકમ ટેક્સ ઓફિસ, હરિદ્વાર, ઉત્તરાખંડ-249401 આપવામાં આવ્યું છે. 

 

આ કારણથી લોન્ચ પહેલા જ હટાવવામાં આવી હતી એપ

પ્લે-સ્ટોરમાંથી કિમ્ભો એપને હટાવવાની ઘણી ચર્ચા સામે આવી હતી. કેટલીક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની એક્ટ્રેસની તસવીર લગાવવાના કારણે એપને સ્ટૉરમાંથી હટાવી છે, કેટલીક રિપોર્ટમાં સુરક્ષાના કારણે હટાવવાની ચર્ચા હતી. હવે શુક્રવારે કંપની તરફથી ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં એપને પ્લે-સ્ટૉરમાં અપડેટ કરવામાં આવશે. જે લોકોએ કિમ્ભો એપ ડાઉનલોડ કરી છે તેમને એક મેસેજ મળી રહ્યો છે જેમાં લખ્યું છે કે, 'કિમ્ભો એપના બીટા વર્જનને ડાઉનલોડ કરવા માટે ધન્યવાદ, વધારે ટ્રાફિક હોવાને કારણે સર્વિસ બંધ કરવામાં આવી છે. એપ ટૂંક સમયમાં અધિકૃત રૂપથી લોન્ચ કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...