હવે હરિદ્વાર-ઋષિકેશ જવું થશે સરળ, બચશે સમય, જાણો કેવી રીતે

25 ડિસેમ્બરથી ટ્રાવેલિંગ કરવું થઇ જશે સરળ

divyabhaskar.com | Updated - Dec 10, 2018, 11:40 AM
Passengers will have one hour left to go to Delhi from Haridwar-Rishikesh

યુટિલિટી ડેસ્ક: દિલ્હી અને તેની આસપાસ રહેતા મોટાભાગના લોકો હરિદ્વાર તથા ઋષિકેશ જવાનું પસંદ કરે છે. પરંતુ બસ અથવા કાર દ્વારા મુસાફરી કરતા 4 કલાક જેટલો સમય લાગે છે, પણ હવે દિલ્હીથી હરિદ્વાર-ઋષિકેશ જવા પર પેસેન્જર્સનો 1 કલાકનો સમય બચી જશે. 25 ડિસેમ્બરે કાશ્મીરી ગેટથી રાજનગર એક્સટેંશન માટે રેટ લાઇન માટે મેટ્રોન સેવા સામાન્ય પેસેન્જર્સ માટે શરૂ કરી દેવામાં આવી છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહીરી વાજપાયીના જન્મદિવસ પર 25 ડિસેમ્બરે દિલશાદ ગાર્ડન ટૂ ન્યૂ બસ સ્ટેશન મેટ્રો રૂટ શરૂ થઇ જશે. હાલમાં જ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બેઠકમાં આ 25 ડિસેમ્બર 2018 સુધી શરૂ કરવાની વાત કરી છે. તેના માટે તેમણે કેન્દ્રીય શહેરી તથા વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીને પ્રોજેક્ટના સુધારેલ ડીપીઆરને ઝડપથી મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે. આ પ્રોજેક્ટ પર છેલ્લા 1 મહિનાથી ડીએમઆરસી ટ્રાયલ કરી રહી છે.

આ લાઇન પર કુલ 8 સ્ટેશન હશે
આ 9.41 કિલોમીટર લાંબુ સેક્શન છે. દિલશાદ ગાર્ડનથી ન્યૂ બસ સ્ટેશન મેટ્રો રૂટ પર કુલ આઠ સ્ટેશન છે. જે સ્ટેશન છે; શહીદ નગર, રાજબાગ, રાજેન્દ્ર નગર, શ્યામ પાર્ક, મોહન નગર, અર્થલા, હિંડન રિવર, ન્યૂ બસ સ્ટેશન (ન્યૂ ગાઝિયાબાદ).

આ રીતે બચશે તમારો સમય
હાલમાં તમે દિલ્હીથી હરિદ્વાર અને ઋષિકેશ જવા માટે બસ, ટ્રેન અથવા કારથી મુસાફરી કરતા હશો, જેમા તમારો લગભગ 4થી 5 કલાકનો સમય જતો રહે છે, હવે તમે દિલ્હી મેટ્રોની રેડ લાઇનથી ગાઝિયાબાદ સુધી માત્ર 15 મિનિટમાં પહોચી શકાશે. તેના માટે તમારે મોહનનગર, ન્યૂ ગાઝિયાબાદ અથવા હિંડન મેટ્રો સ્ટેશન પર ઉતરવાનું રહેશે. મોહનગર અથવા ન્યૂ ગાઝિયાબાદ મેટ્રો સ્ટેશનથી તમને દર 10 મિનિટમાં હરિદ્વાર અને ઋષિકેશ માટે બસ મળી જશે. જે રાજનગર એક્સટેન્શન થતા હરિદ્વાર જાય છે. તેના દ્વારા તમે માત્ર 3 કલાકમાં હરિદ્વાર પહોચી જશો.

આ એરિયાને થશે ફાયદો
આ લાઇન ગાઝિયાબાદના આંતરિક એરિયાને મેટ્રો નેટવર્ક સાથે કનેક્ટ કરે છે. આ લાઇન પર 8 સ્ટેશન હશે. જે કોરિડોર સાહિબાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી પસાર થશે. જેનાથી ત્યાં કામ કરતા લોકોને લાભ થશે. સાથે જ દિલશાદ ગાર્ડન અને સાહિબાબાદ વચ્ચે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. સાથે જ મોહન નગરથી દિલશાહ ગાર્ડન વચ્ચે પણ કનેક્ટિવિટી સુધરી જશે.

X
Passengers will have one hour left to go to Delhi from Haridwar-Rishikesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App