જો હશે આ ખાસ એકાઉન્ટ, તો SBI કરશે 5 લાખની મદદ

SBIમાં ખોલાવો આ એકાઉન્ટ, જરૂરિયાતના સમયે મળશે રૂ.5 લાખની મદદ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 09:16 PM
Open this account with SBI and get Rs 5 lakh help

નવી દિલ્હીઃ જો જરૂરિયાતના સમયે તમને કે તમારા પરિવારને સારી એવી રકમ મળી જાય તો તમારી મુશ્કેલી ઓછી થઈ જાય છે. કઈક આવી જ ઓફર ભારતીય સ્ટેટ બેન્ક(એસબીઆઈ) દ્વારા અપાઈ રહી છે. એસબીઆઈ તમને પાંચ લાખ રૂપિયાનો પર્સનલ એક્સીડન્ટ ઈન્શ્યોરન્સ કવર આપી રહી છે. તેના માટે તમારે બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે. આ ખાતું સામન્ય ખાતું નથી, પરતું કઈક ખાસ છે, કારણ કે તેમાં નક્કી સમય માટે મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એટલે કે એસબીઆઈ દ્વારા જીરો બેલેન્સ પર ખાતું ખોલાવવામાં આવી રહ્યું છે, તે પણ ઓનલાઈન.

શું છે ખાસિયત

- આ ખાતાની ખાસિયતએ છે કે જીરો બેલેન્સ પર ખાતું ખુલી જશે.
- તમારે બેન્કમાં જવાની જરૂરિયાત નથી.
- તમારે એસબીઆઈની મોબાઈલ એપ yonosbi.com ડાઉનલોડ કરવાની રહેશે.
- આ એપમાં તમે ખાતા માટે ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો.
- બેન્ક ખાતું ખોલાવવાની સાથે જ તમારો પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પણ થઈ જશે, જે ફ્રીમાં કરવામાં આવશે અને આ આ ઈન્શ્યોરન્સ 5 લાખ રૂપિયાનો હશે.

આગળ વાંચો, તમારે શું કરવાનું રહેશે...

Open this account with SBI and get Rs 5 lakh help

તમારે શું કરવાનું રહેશે

 

તમારે એસબીઆઈ યુનુ એપને ડાઉનલોડ કરવાની રહેશે. ખાતું ખોલવા માટે તમારી પાસે આધાર અને પાન કાર્ડ હોવું અનિવાર્ય છે. ઓનલાઈન અપ્લાઈ કરતી વખતે તમારે બંનેની ડિટેલ આપવાની રહેશે. તમે આ લિન્ક પર પણ એપ્લાઈ કરી શકો છો. https://www.sbiyono.sbi/wps/portal/accountopening/home#!/customeraccountOpen

 

આગળની સ્લાઈડમાં વાંચો

Open this account with SBI and get Rs 5 lakh help

કયાં સુધી છે ઓફર

 

જો તમે આ ખાતું ખોલાવો છો તો તમારે 31 ઓગસ્ટ 2018 સુધી મિનિમમ બેલેન્સની જરૂરિયાત નથી. એટલે કે તમે ખાતામાં જીરો બેલેન્સ રાખી શકો છો. જોકે 31 ઓગસ્ટ બાદ તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું રહેશે.

X
Open this account with SBI and get Rs 5 lakh help
Open this account with SBI and get Rs 5 lakh help
Open this account with SBI and get Rs 5 lakh help
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App