બાળકોના નામ પર પીપીએફ એકાઉન્ટ ખોલાવવાથી થાય છે 5 પ્રકારના ફાયદા

open ppf account for minors get five kinds of advantages

divyabhaskar.com

Nov 14, 2018, 03:32 PM IST

યુટિલિટી ડેસ્કઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) એક સૌથી સફળ રોકાણ વિકલ્પ છે, જેમાં કોઇપણ વ્યક્તિગત અથા નોકરિયાત પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. આ લાંબા સમય માટે રોકાણ કરવા માગતી વ્યક્તિ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. જેમાં ટેક્સ ફ્રી રિટર્ન મળે છે. આ 15 વર્ષની એક રોકાણ યોજના છે, જેમાં હાલ 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનેક પ્રકારની સુવિધા મળે છે, જેનો ફાયદો તમે ઉઠાવી શકે છો. આ એકાઉન્ટ તમે તમારા બાળકોના નામ પર પણ ખોલાવી શકો છો. આમ કરવાથી અનેક ફાયદા મળી શકે છે, જે અંગે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ.

- જેમકે આ એક 15 વર્ષીય રોકાણ યોજના હોય છે, જે પ્રમાણે તમારે બાળકોના નામથી એકાઉન્ટ ખોલાવવું જોઇએ. આ સમયગાળા દરમિયાન થયેલી કમાણી પર વ્યાજ જોડવામાં આવે છે. જો તમે બાળક 5 વર્ષનું હોય ત્યારે એકાઉન્ટ ખોલાવો છો તો એકાઉન્ટ મેચ્યોર થાય ત્યારે મળનારી રકમનો ઉપયોગ તમે તેના ભણતર માટે કરી શકો છો. એક પીપીએફ એકાઉન્ટમાં એક નાણાકિય વર્ષ દરમિયાન જમા થનારી 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. આ બેનિફિટ કલમ 80cના આધારે મળે છે.

- પીપીએપ એકાઉન્ટ એક્ઝેમ્પ્ટ શ્રેણીમાં આવે છે. આ એકાઉન્ટમાં કરવામાં આવેલુ યોદદાન, એ ખાતામાં જમા રકમ પર મળનારા વ્યાજ અને મેચ્યોરિટી પર મળનારી રકમ ત્રણેય ટેક્સ બેનિફિટમાં આવે છે. એટલે કે 15 વર્ષનો સમય વિત્યા પછી આ ખાતામાંથી કરવામાં આવેલો ઉપાડ પણ ટેક્સ બેનિફિટમાં આવે છે.

- જો તમારું બાળક ઇચ્છે તો તે પોતાના ખાતને 15 વર્ષની મેચ્યોરિટી પછી 5 વર્ષના બ્લોકમાં ઇચ્છે તેટલા વર્ષ સુધી આગળ ચલાવી શકે છે. જે તમારા બાળકને એકાઉન્ટમાં જમા પૈસા પર વ્યાજ કમાતા રહેવા અથવા તો પછી સંપૂર્ણ રકમને ઉપાડવાની મંજૂરી આપે છે.

- જો તમે તમારું બાળક નાનું હોય ત્યારે પીપીએફ એકાઉન્ટ ખોલાવો છો તો તેમાં બચતની આદત પડી જાય છે અને તે પોતાની પહેલી નોકરીથી જ બચતની આદત પાડી દે છે. આ આદત બાદમાં તેને જ કામ આવે છે. જો બાળક 15 વર્ષના મેચ્યોરિટી પીરિયડ ખતમ થયા બાદ પણ પોતાનું યોગદાન જારી રાખવા માગે છે તો તેને કલમ 80C હેઠળ લાભ મળતો રહેશે.

- એકાઉન્ટ મેચ્યોર થયા બાદ આંશિક ઉપાડની સુવિધા પણ એકદમ અલગ હોય છે. આમ તો પીપીએફ એકાઉન્ટમાં ઉપાડની સુવિધા એકાઉન્ટે 7 વર્ષ પૂર્ણ ક્યા બાદ જ મળી જાય છે. જે વિસ્તારિત પીપીએફ એકાઉન્ટમાં ઉપાડ નિયમ નાણાકીય વર્ષમાં એકવાર પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે, પરંતુ આ બધુ એ બાળક પર નિર્ભર રહેશે કે તેણે આ એકાઉન્ટમાં આગળ જતા રોકાણ કરવું છે કે નહીં. જો કોઇ પીપીએફ એકાઉન્ટનો વિસ્તાર યોગદાન વગર કરવામાં આવે તો યોગદાનકર્તા બેલેન્સમાંથી ગમે તેટલી રકમ ઉપાડી શકે છે, પરંતુ જો ખાતામાં યોગદાન જારી છે તો 5 વર્ષના લોક ઇન પીરિયડ દરમિયાન આ ખાતામાં જમા રાશિમાંથી માત્ર 60 ટકા જ ઉપાડી શકાશે.

X
open ppf account for minors get five kinds of advantages
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી