શરૂ કરવા માંગો છે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, આ કંપની 4 લાખમાં આપી રહી છે તક

છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં કોચિંગ ઈન્સ્ટીટયુટનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 11:07 AM
Open coaching institute and earn money

નવી દિલ્હીઃ છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં કોચિંગ ઈન્સ્ટીટયુટનું ચલણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. બાળકોમાં કરિયર પ્રત્યે જાગ્રૃતતા અને સ્પર્ધા વધવાથી જગ્યાએ જગ્યાએ કોચિંગ ઈન્સ્ટીટયુટ પણ ખુલી રહ્યાં છે. જોકે તેમાંથી કેટલાક એવા મોટા ઈનસ્ટીટયુટ છે, જે બાળકોને યોગ્ય ગાઈડન્સ આપી રહ્યા છે. તેમાંથી એક છે કેરિયર લોન્ચર. કેરિયર લોન્ચર દ્વારા ફ્રેન્ચાઈઝી પણ આપવામાં આવે છે. તમે પણ કેરિયર લોન્ચરની ફ્રી ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. કેરિયર લોન્ચર એક જાણીતું નામ છે, જે બિઝનેસ પાર્ટનર બનાવવા માટે મિનિમમ 4 લાખ રૂપિયા લાઈસન્સ ફીસ લે છે. જોકે પોગ્રામ કે પ્રોડકટ વધારવા પર લાઈસન્સ ફીસ પણ વધી જાય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે કેરિયર લોન્ચર એજયુકેટ લિમિટેડના બિઝનેસ પાર્ટનર બની શકાય છે.

કેટલું કરવાનું રહેશે ઈન્વેસ્ટમેન્ટ

કેરિયર લોન્ચર એજયુકેટેડ લિમિટેડના પ્રેસિડેન્ટ (નેટવર્ક ઓપરેશન્સ) હિમાશું જૈને જણાવ્યું છે કે મિનિમમ ફીસ 4 લાખ રૂપિયા છે. બાદમાં અલગ-અલગ પ્રોગ્રામના હિસાબથી લાઈસન્સ ફીસ લેવામાં આવે છે. જોકે તમે 10થી 12 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી કેરિયર લોન્ચરનું સેન્ટર ખોલી શકો છો.

આગળની સ્લાઈડમાં વાંચો, સંપૂર્ણ ટ્રેનિંગ આપે છે કંપની...

Open coaching institute and earn money

સંપૂર્ણ ટ્રેનિંગ આપે છે કંપની

જૈનના જણાવ્યા પ્રમાણે, કંપની દ્વારા બિઝનેસ પાર્ટનરને દરેક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ કે માર્કેટિંગ ટીમની ટ્રેનિંગ, ફેકલ્ટી અને ટીચર્સ માટે ટ્રેનિંગ, ઓપરેશન્સ ટ્રેનિંગ, ટેકનોલોજી ટ્રેનિંગ વગેરે.

આગળની સ્લાઈડમાં વાંચો, કેટલી થશે ઈન્કમ

Open coaching institute and earn money

કેટલી થશે ઈન્કમ

 

જૈને જણાવ્યું કે બિઝનેસ પાર્ટનરની આમદાની કે પ્રોફીટ સેન્ટરના બિઝનેસ પર નિર્ભર છે. સામાન્ય રીતે સેન્ટરના ટર્નઓવરના 15થી 20 ટકા આમદાની કે પ્રોફીટ થઈ શકે છે.

X
Open coaching institute and earn money
Open coaching institute and earn money
Open coaching institute and earn money
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App