દિકરીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન

એક સમય હતો જયારે લોકો મોટા ભાગે પુત્રના નામે પૈસાનું સેવિંગ કરતા હતા

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 06:14 PM
Open account on name of your daughter and get best return

પુત્રીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન.પુત્રીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન.

નવી દિલ્હીઃ એક સમય હતો જયારે લોકો મોટા ભાગે પુત્રના નામે પૈસાનું સેવિંગ કરતા હતા. જોકે હવે રીત બદલાઈ ગઈ છે. કારણ કે છોકરીના નામથી કરેલું સેવિંગ તમને કરોડપતિ બનાવી શકે છે. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃધ્ધિ સ્કીમ તમને આ તક આપી રહી છે. પુત્રીની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધી આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેનાથી તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ વધશે, સાથે જ ટેકસમાં પણ છુટ મળશે. તમારી પુત્રી 21 વર્ષની થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. જો તમે દર વર્ષે આ એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા છે તો મેચ્યોરિટી પર તમને 68 લાખ રૂપિયાથી પણ વધુ રકમ મળશે.

શું છે નિયમ

તમે બે પુત્રીના નામથી ખાતું ખોલાવી શકો છો. જો તમારી એક પુત્રી છે અને બાદમાં તમારા ત્યાં જુડવા પુત્રીનો જન્મ થયો તો તમે ત્રણેના નામ પર એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં તમારે મિનિમમ દર વર્ષે 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જયારે આ સ્કીમ અંતર્ગત એક વર્ષમાં મેક્સિમમ 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત એકાઉન્ટ ખોલનારને 14 વર્ષ સુધી ઈન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. 14 વર્ષ ઈન્વેસ્ટ કર્યા બાદ જયારે નાની પુત્રીની ઉંમર 21 વર્ષની થશે તો સ્કીમ મેચ્યોર થઈ જશે.

આગળની સ્લાઈડમાં વાંચો, સરકારની કઈ સ્કીમમાં રોકાણ કરવામાં આવે...

Open account on name of your daughter and get best return

કયાં ખોલાવી શકાય છે એકાઉન્ટ

 

સુકન્યા સમુધ્ધિ એકાઉન્ટ તમે દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસ કે અગ્રણી બેન્કમાં ખોલાવી શકો છો. તેના માટે પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને  ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ કેશ, ડ્રાફટ કે ચેકની મદદથી પૈસા ડિપોઝીટ કરવાના રહેશે. પૈસા જમા થયા બાદ તમને પાસબુક પણ મળી જશે. જેથી તમે તમારા પૈસાનો સંપૂર્ણ હિસાબ જોઈ શકો.

 

આ ડોક્યુમેન્ટસની પડશે જરૂરિયાત

 

સુકન્યા સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે તમારે જે ડોકયુમેન્ટસની જરૂરિયાત છે  તેમાં

 

- પુત્રીનું બર્થ સર્ટિફિકેટ
- માતા-પિતાનું એડ્રેસ પ્રુફ
- માતા-પિતાનું આઈડેન્ટીટી પ્રુફ

 

આગળ વાંચો, કયારે નીકાળી શકો છો પૈસા

Open account on name of your daughter and get best return

કયારે નીકાળી શકો છો પૈસા

 

સુકન્યા સમુધ્ધિ એકાઉન્ટ અંતર્ગત તમે પુત્રીની ઉંમર 18 વર્ષ થવા પર એકાઉન્ટમાં જમા 50 ટકા રકમને વિડ્રે કરી શકો છો. આ વિડ્રોઅલ પર તમારે કોઈ પણ પ્રકારનો ટેકસ નહિ આપવો પડે. પુત્રીના લગ્નના પ્રસંગ પર તમે બધા જ પૈસા એકાઉન્ટમાંથી વિડ્રો કરીને તેને બંધ કરી શકો છો.

 

આગળ વાંચો, શું મળશે ફાયદા

Open account on name of your daughter and get best return

આ સ્કીમમાં શું છે ફાયદો

 

સુકન્યા સ્કીમમાં ઈન્વેસ્ટ કરવું તે ફાયદાનો સોદો છે. કારણ કે અન્ય સ્મોલ સેવિંગ સ્કીમની સરખામણીમાં આજે પણ તેમાં સૌથી વધુ વ્યાજ એટલે કે 8.1 ટકા મળે છે. કારણ કે જે રકમ તમને મેચ્યોરીટી બાદ મળશે તેની પર કોઈ પણ પ્રકારનો ટેકસ નહિ લાગે.

X
Open account on name of your daughter and get best return
Open account on name of your daughter and get best return
Open account on name of your daughter and get best return
Open account on name of your daughter and get best return
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App