ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» On 4th may you will get these 4 happyness

  4મેથી તમને મળી શકે છે આ ચાર મોટી ખુશીઓ, ઘણી બધી વસ્તુઓ થઈ જશે સસ્તી

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 07:14 PM IST

  4 મેની તારીખ તમારા જીવનમાં ચાર મોટી ખુશી લઈને આવી શકે છે
  • 4મેથી તમને મળી શકે છે આ ચાર મોટી ખુશીઓ, ઘણી બધી વસ્તુઓ થઈ જશે સસ્તી
   4મેથી તમને મળી શકે છે આ ચાર મોટી ખુશીઓ, ઘણી બધી વસ્તુઓ થઈ જશે સસ્તી

   યુટિલિટી ડેસ્કઃ 4 મેની તારીખ તમારા જીવનમાં ચાર મોટી ખુશી લઈને આવી શકે છે. આવું એટલા માટે છે કે રોજિંદા જીવનમાં પ્રયોગ થનારી મોટા ભાગની વસ્તુઓ અને સર્વિસનો પ્રયોગ કરવો ખૂબ જ સસ્તો થઈ જશે. તેનાથી તમારી સેવિંગ તો થશે, સાથે જ કારોબારીઓની મુશ્કેલી પણ ઓછી થશે. જોકે સ્વીટ આઈટમ મોંઘી થઈ શકે છે.

   જીએસટી કાઉન્સિલની બેઠક

   4 મે (શુક્રવાર)એ જીએસટી કાઉન્સિલની બેઠકના 27મી બેઠક છે. નાણાંકીય અરૂણ જેટલીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં ઘણા રાજયોના નાણાંકીય મંત્રી સામેલ થશે. જોકે આ બેઠક વિડિયો કોન્ફોરન્સ દ્વારા થશે. આ બેઠક મહત્વપૂર્ણ છે, કારણ કે તેના તરત બાદ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી છે.

   પેટ્રોલ-ડિઝલ પર થઈ શકે છે મોટો નિર્ણય

   સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં હાલ આગ લાગેલી છે. તેનાથી આમ જનતાનું માસિક બજેટ ખૂબ જ બગડી ગયું છે. લાંબા સમયથી આ બંનેને જીએસટીની સીમામાં લાવવાની માંગ આમ જનતા કરી રહી છે. પેટ્રોલ-ડિઝલ જીએસટીની સીમામાં આવ્યા બાદ તેની કિંમત ખૂબ જ ઘટી જશે. જોકે ઘણાં રાજયો તેને જીએસટીમાં લાવવાનો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે આમ કરવાથી રાજયોના ટેકસ દ્વારા થનારી કમાણી પર ખૂબ જ અસર પડશે.

   ડિજિટલ ટ્રાન્ઝેકશન પર મળશે કેશબેક

   ડિજિટલ લેણદેણ કરનાર દુકાનદારને પણ કેશબેક જેવો આકર્ષક લાભ મળી શકે છે. આ વ્યવસ્થાને લાગૂ કરવાના એક પ્રસ્તાવ પર સરકાર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવમાં ડિજિટલ રીતે પેમેન્ટ કરનાર ગ્રાહકોને અધિકતમ ખરીદ મુલ્ય એટલે કે એમઆરપી પર છુટનો લાભ મળશે. એક વારમાં અધિકતમ 100 રૂપિયા સુધી મળી શકે છે. બીજી તરફ વ્યાપારીને તેમના દ્વારા ડિજિટલ રીતે કરવામાં આવેલા વેચાણ પર કેશબેક આપવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: On 4th may you will get these 4 happyness
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top